એક વર્ષ પૂર્વે ઓગસ્ટ માસમાં જ સોની બજારમાંથી ATSએ ત્રણ આતંકીઓને પકડાયા’તા ત્યારથી બંગાળી કારીગરોની નોંધણીની તપાસ ચાલુ કરી હતી
કારીગરની નોંધણી ન કરનાર 16 વેપારીઓ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી નાખ્યો : અનેક કારીગરોની યાદી હજુ નથી નોંધાઈ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં આવેલી સોની બજારમાંથી એક વર્ષ પૂર્વે ઓગસ્ટ માસમાં ATSની ટીમે પશ્વિમ બંગાળના અને આંતકી સંગઠન અલ કાયદા સાથેની પ્રવૃતિમાં જોડાયેલા ત્રણ આતંકીઓને પકડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને આ આંતકીઓ વિશે તપાસ કરતાં તેમની નિયમ મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધણી પણ કરવામાં ન આવી હોવાનું ખૂલતાં રાજકોટ પોલીસની પોલ ખુલ્લી ગઈ હતી. અને ત્યાર બાદથી સોની બજારના કારીગરોની નોંધણી ન કરનાર વેપારીઓ સામે ધડાધડ ગુના નોંધવામાં આવ્યા હતા.બાદમાં બધુ પડતું મૂકી દેવામાં આવ્યું હતું. જ્યારે ફરી ઓગસ્ટ આવતા જ પોલીસને બંગાળી કારીગરોની નોંધણી કરવાનું યાદ આવ્યું હોય તેમ ચેકિંગ કરી નોંધણી ન કરનાર 16 વેપારી સામે ગુના નોંધ્યા છે.
એક વર્ષ પૂર્વે ઓગસ્ટ માસમાં ગુજરાત ATS દ્વારા રાજકોટના સોની બજારમાંથી આતંકી પ્રવૃતિ સાથે જોડાઈ રાજકોટમાં રહી મૂળ બંગાળી કારીગરો અલકાયદા મોડ્યુલ પર કામ કરતા ત્રણ આતંકવાદીઓને પકડી પડતાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટની સોની બજારમાં ગુજરાતી કરતા વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. અને અંદાજે 50 હજાર જેટલા બંગાળી કારીગરો રાજકોટમાં કામ કરે છે. આ કારીગરોની પોલીસમાં નોંધણી ન કરનાર વેપારી સામે એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના પણ નોંધવામાં આવ્યા હતા.પરંતુ બે મહિના સુધી આ કામગીરી ચાલી હતી. અને ત્યાર બાદ આ કામગીરીને પોલીસે પડતી મૂકી દીધી હતી.
પોલીસે ઢીલ મૂકતાં જ વેપારીને તો મજા પડી થઈ ગઈ હોય તેમ તેમણે પણ નોંધણી કરાવવા આવવાનું બંધ કરી દીધું હતું. પંરતુ ફરી ઓગસ્ટ માસ આવતા અને તહેવારો આવતા જ પોલીસને ગત વર્ષનો બનાવ કદાચ યાદ આવ્યો હશે તેમ તેમના દ્વારા બંગાળી કારીગરોની નોંધણી બાબતનું ચેકિંગ શરૂ કરી દીધું હતું. અને બે જ દિવસમાં નોંધણી ન કરનાર 16 જેટલા વેપારી સામે ગુનો પણ નોંધી દીધો હતો. જેથી કદાચ એવું લાગી રહ્યું છે.કે પોલીસને તેમ છે કે ગત ઓગસ્ટમાં જ આતંકીઓ પકડાયા તો ઓગસ્ટમાં જ ચેકિંગ કરવું જરૂરી છે.અને બાકીના મહિનામાં આ કામગીરીને પડતી મૂકી દેવામાં આવે છે.
કદાચ તહેવારોમાં જ આતંકીઓ પકડાતાં હશે એટલે પોલીસ ત્યારે જ તપાસ કરે છે
રાજકોટના સોની બજારમાં ગત ઓગસ્ટ માસમાં પશ્ચિમ બંગાળના ત્રણ આતંકીઓ પકડાયા હતા.અને ત્યાર બાદ પોલીસ દ્વારા કારીગરોની નોંધણીનું કામ પણ તેમનું જ છે. તે યાદ આવ્યું હોય તેમ ધડાધડ નોંધણી ન કરનાર વેપારીઓ સામે ગુના નોંધ્યા હતા. આ કામગીરી એક મહિનો ચાલી બાદમાં તો પડતી મૂકી દેવાઈ હતી. પરંતુ પોલીસને કદાચ એવું લાગતું હોય તેમ લાગે છે કે, તહેવારો કે ઓગસ્ટ માસ આવતા જ આતંકીઓ બહાર નીકળતા હશે અને તેથી ફરી ઓગસ્ટ આવતા તેમના દ્વારા બંગાળી કારીગરોની નોંધણી બાબતે ચેકિંગ કરી 16 વેપારી સામે ગુનો નોંધી નાખ્યો છે.