કેન્દ્ર સરકાર ગરીબોને મદદ કરવા સાથે યુવાનોને રોજગાર ઊભો કરવાની તક પણ આપે છે, જન ઔષધિ કેન્દ્ર એક ઊપહાર, દુકાન ખોલવા દોઢ લાખ રૂપિયાની સહાયતા સરકાર કરે છે
શું તમે પણ તમારો કોઈ કારોબાર શરૂ કરવા માંગો છો ? રૂપિયાના અભાવને લીધે શરૂ કરી શકો એમ નથી ? તો પછી તમારી સામે ઘણા વિકલ્પ છે. ઘણીવાર લોકોને અંદાજ આવતો નથી કે કયો કારોબાર શરૂ કરાય ? આજ એમોનઘવારી અને બેરોજગારીના સમયમાં એક મજબૂત વિકલ્પ તમારી સામે રજૂ કરીએ છીએ.
આ કારોબાર છે સસ્તી દવાની દુકાનનો. આવી દુકાન અને કારોબાર શરૂ કરવા માટે સારકાર પણ તમને સહાયતા કરે છે. કેન્દ્રની મોદી સરકાર લોકોને સસ્તી દવા આપી રહી છે અને તેના માટે જન ઔષધિ કેન્દ્રો ખૂલ્યા છે તે તમને પણ ખબર હશે જ.
હવે સરકાર તમને આવા ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અને સ્વાવલંબી બનવા માટેનો મોકો આપી રહી છે. તમને દુકાન ખોલવા સાથે સંબંધિત ચીજો માટે રૂપિયા દોઢ લાખની સહાયતા પણ કરે છે. એસસી એસટી વર્ગને રૂપિયા 50 હજારની દવા એડ્વાન્સમાં આપે છે.
વિચાર નહીં, અમલ કરો
સરકારની યોજના છે કે વધુમાં વધુ લોકો જન ઔષધિ કેન્દ્રો ખોલે. સરકારે એમ પણ કહ્યું છે કે દેશભરમાં 2024 ણા પ્રારંભમાં થોડાક જ મહિનાઓમાં કેન્દ્રોની સંખ્યા 10 હજાર સુધી થઈ જવી જોઈએ. આવી દુકાનો ખોળવાનો મુખ્ય હેતુ એ છે કે લોકોને સસ્તી દવાઓ મળે. મેડિકલ શોપ પરથી તો મોંઘી દવાઓ મળે છે અને ગરીબ લોકો તે ખરીદી શકતા નથી. હવે વિચાર નહીં અમલ શરૂ કરો અને કામ ચાલુ કરો તે સમયનો તકાદો છે.
કોણ કરી શકે આવેદન ?
સરકારે આવા કેન્દ્રોને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યા છે. જેના માટે કોઈ પણ બેરોજગાર, ડૉક્ટર , રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનર, અથવા કોઈ બેરોજગાર ફાર્મસિસ્ટ પણ કેન્દ્ર ખોલી શકે છે. બીજીબ કેટેગરીમાં એનજીઓ, ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલોને રાખ્યા છે. ત્રીજી કેટેગરીમાં એવી એજન્સીઓ છે જેનું સિલેક્શન રાજ્ય સરકારોએ કર્યું હોય. અરજી કરવા માટે આદિકારીક વેબસાઇટ પર જઈને અરજી ફોમ ડાઉનલોડ કરી શકાય છે.
શું જરૂરી છે કેન્દ્ર ખોલવા માટે
સરકારના નિયમ મુજબ જે વ્યક્તિ આવા કેન્દ્ર ખોલવા માંગતી હોય એમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્મા ની ડિગ્રી હોવી જરૂરી છે. સાથોસાથ તમારી પાસે રીટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ પણ હોવું જોઈએ. દિવ્યાંગ, એસસી-એસટી વર્ગના લોકોને સરકાર રૂપિયા 50 હજારની દવા એડ્વાન્સમાં આપશે. દવાના વેચાણ પર 20 ટકા કમિશન મળે છે. સરકાર તમને દુકાન ખોલવા સાથે સંબંધિત ચીજો માટે રૂપિયા દોઢ લાખની નાણાકીય સહાયતા પણ કરે છે.