અબોલ જીવ પ્રત્યે અનંતનો અનોખો પ્રેમ : કતલે જતાં મરઘાઓને ખરીદીને અનંત અંબાણીએ આપ્યું નવજીવન,જુઓ વિડીયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અનંત અંબાણીનો વન્યજીવ પ્રત્યે પ્રેમ અને ભગવાનની ભક્તિ વિશે સૌ કોઈ વાકેફ છે. અનંત રામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં પણ પરિવાર અને રાધિકા સાથી જોવા મળ્યા હતા તેમજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું ત્યારે હવે અનંત પોતાનો જન્મદિવસ દ્વારકાધીશના ધામ દ્વારકામાં ઉજવશે. ત્યારે યાત્રા દરમિયાન રસ્તામાં આજે અનંતનો જીવદયા પ્રેમ પણ જોવા મળ્યો હતો. રસ્તામાં ગાડીમાં પસાર થતા તમામ મરઘાને કતલખાને જતા બચાવી લેવાયા હતા.
અનંતની પદયાત્રાન પાંચમો દિવસ
આજે અનંત અંબાણીની પદયાત્રાનો પાંચમો દિવસ છે. આગામી બે દિવસમાં તેઓ દ્વારકા પહોંચશે અને દ્વારકાધીશને યાદ કરો તો કોઇપણ કાર્ય અવરોધ વિના પૂર્ણ થશે. અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે. પદયાત્રાના પાંચમા દિવસે અનંત અંબાણીનો જીવદયા પ્રેમ ફરી એકવખત જોવા મળ્યો હતો. પદયાત્રા કરતા હતા તે દરમિયાન રસ્તા પરથી એક મરઘીઓ ભરેલી ગાડી પસાર થઈ હતી, જેના પર અનંત અંબાણીનું ધ્યાન પડતાં તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોકાવી હતી. આ બાદ ગાડીના માલિક અને ડ્રાઇવર સાથે વાત કરીને 250 જેટલાં પક્ષીઓને કતલખાને જતાં બચાવ્યાં હતાં.
અનંતનો જીવદયા પ્રેમ
અનંત અંબાણીના જીવદયા પ્રેમ વિશે સૌ કોઈ વાકેફ છે. તેઓએ પ્રાણીઓની સેવા કરવા માટે જ વનતારા બનાવ્યું છે. ત્યારે આજે ફરી એક વખત તેમનો પ્રેમ જોવા મળ્યો હતો. અનંતે મરઘાના માલિકને તેની કિમત ચુકવી અને મરઘાને બચાવી અને પાળી લીધા હતા અને હવે તેમનો ઉછેર અને પાલન પણ અનંત અંબાણી કરવાના છે. તેમનો જીવદયા પ્રેમ જોઇને આજે લોકો દ્વારકા પદયાત્રામાં અનંત અંબાણીએ લોકોના દિલ જીતી લે તેવું કામ કર્યુ છે. મરધાને કતલખાને જતાં બચાવ્યા હતા. બધા મરઘાને બચાવી લીધા હતા. મરઘા માલીકને તેની કિંમત ચુકવી અને મરઘાને બચાવી લેવાયા હતા.