નવરાત્રીમાં 9 દિવસ તમારા ગરબા આઉટફીટને આ રીતે આપો યુનિક ટચ, મળશે ગ્લેમરસ લુક ; જુઓ તસવીરો
નવરાત્રી નજીક આવી રહી છે. નવરાત્રીમાં ગરબા રમવા માટે લોકોમાં અનેરો થનગનાટ હોય છે તેમજ નવરાત્રીમાં અલગ-અલગ રંગબેરંગી ચણિયાચોલી પહેરીને શણગાર કરવા માટે મહિલાઓ અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ હોય છે. દર વર્ષે કઈક નવી ફેશન અને નવી ડિઝાઇન આવે છે જેને ફોલો કરવાથી આપણે બીજા કરતાં કઈક અલગ દેખાઈ શકીએ છીએ.
ગરબાનાઈટ દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરવા મહત્વપૂર્ણ છે. જેના કારણે મહિલાઓ અને યુવતીઓ પોતાના માટે અગાઉથી જ કપડા તૈયાર કરાવે છે. જો તમે આ વર્ષે દાંડિયા નાઈટમાં તમારું આકર્ષણ ફેલાવવા માંગો છો, તો અહીં અમે તમને તેના માટે કેટલાક આઉટફિટ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે ખરીદી શકો છો.
શિલ્પા શેટ્ટી
જો તમે કંઇક હેવી પહેરવાનું વિચારી રહ્યા હોવ તો શિલ્પા શેટ્ટીના આ લૂકમાંથી ટિપ્સ લો. આવા હેવી સ્કર્ટ અને તેની સાથેનું બ્લાઉઝ તમને દાંડિયા નાઈટમાં સુંદર દેખાવામાં મદદ કરશે. આ સાથે, તમે મેચિંગ જ્વેલરી પણ પહેરી શકો છો જેથી તમારો લુક વધુ ક્યૂટ લાગે.
કિંજલ દવે
કિંજલ દવેના અનેક લુક તમે તમારી નવરાત્રીમાં ઉમેરી શકો છો. લોકપ્રિય ગાયક કિંજલ દવેના આઉટફિટને જો તમે ફોલો કરશો તો તમને અઢળક ચોલી અને ગરબા આઉટફિટની ડિઝાઇનનો ખજાનો મળશે
ખુશી કપૂર
જો તમે તમારા લુકને વેસ્ટર્ન ટચ આપવા માંગતા હોવ તો ખુશીના આ લુકમાંથી ટિપ્સ લો. આ ફ્લેર્ડ સ્કર્ટ સાથે સમાન બ્લાઉઝ તમારા દેખાવને અલગ બનાવવામાં મદદ કરશે. આવા આઉટફિટ સાથે તમે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પસંદ કરી શકો છો.
મલ્ટીકલર ચણિયાચોલી
જો તમે દાંડિયા નાઇટ માટે તમારા આઉટફિટમાં કલરફુલ ઓપ્શન પહેરવાનું પસંદ કરો છો, તો આ રીતે તમે તમારા લુકને કસ્ટમાઇઝ કરી શકો છો. હેરસ્ટાઇલ માટે, તમે બનથી લઈને ઓપન હેરસ્ટાઇલ સુધી કંઈપણ અજમાવી શકો છો.
મિરર વર્ક ચણિયાચોલી
જો તમને ડાર્ક અને બોલ્ડ કલરના આઉટફિટ પહેરવા ગમે છે, તો તમે આ રીતે ગરબા નાઈટ માટે તમારો લુક પસંદ કરી શકો છો. હેર સ્ટાઇલ માટે પણ તમે ઓપન હેર સ્ટાઇલમાં વેવી કર્લ્સ પસંદ કરી શકો છો. લુક કમ્પ્લીટ કરવા માટે તમે દુપટ્ટાને આ રીતે સ્પ્રેડ અને સ્ટાઈલ કરી શકો છો. દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે, તમે તમારા ગળામાં સિલ્વર રંગનું ચોકર પહેરી શકો છો. મેકઅપ માટે માત્ર બ્રાઉન ન્યુડ કલર પસંદ કરો.
માધુરી દીક્ષિત
જો તમે ટ્રેડિશનલ લહેંગા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો માધુરી દીક્ષિતના આ લુકમાંથી ટિપ્સ લઈને લહેંગા ખરીદો. આ સાથે, દુપટ્ટાને બાજુ પર રાખવાને બદલે તેને બરાબર જોડી દો, જેથી તમને દાંડિયા રમવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
બરખા સિંહ
જો તમે કંઇક સ્ટાઇલિશ પહેરવાનું વિચારી રહ્યા હોવ તો સરખા સ્કર્ટ અને ટોપ પસંદ કરો. આવા સ્કર્ટ સાથે પફ સ્લીવ ટોપ તમારા દેખાવમાં આકર્ષણ ઉમેરશે. આ સાથે, તમારા વાળને ખુલ્લા રાખો અને તેને સહેજ કર્લ કરો. જેથી તમારો લુક પણ સુંદર લાગે.
ડાયના પેન્ટી
ડાયના પેન્ટીનો આ લુક દાંડિયા નાઈટ માટે પરફેક્ટ ઓપ્શન છે. સ્કર્ટ સાથે ક્રોપ ટોપ અને તેની ઉપર ફુલ સ્લીવ જેકેટ પણ તેમની જેમ તમારી સુંદરતામાં વધારો કરી શકે છે. તમે તમારા ગળામાં હળવા નેકપીસ અને હાથમાં બંગડીઓ પણ લઈ શકો છો.
નિયા શર્મા
જો તમે કંઈક ચમકદાર પહેરવાનું વિચારી રહ્યા હોવ તો આ સ્કર્ટ અને બ્લાઉઝ વધુ સારો વિકલ્પ છે. આ નેટ ફેબ્રિક સ્કર્ટ સાથે મેચિંગ ડીપનેક બ્લાઉઝ તમને સુંદર દેખાવ આપવાનું કામ કરશે. આ સાથે તમારા વાળમાં નિયાની જેમ પોનીટેલ બનાવો.