રાજ્યમાં અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી : જાણો ક્યાં અને ક્યારે થશે મેઘમહેર
હાલ ગુજરાતમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં હાલમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી 24 જુલાઈ સુધી આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરો છે ત્યારે ચાલો જાણીએ ક્યાં ક્યાં મેઘમહેર થશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 16 જુલાઈની આસપાસ અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.. જેમાં ખાસ કરીને સિધ્ધપુર, કાકોસી અને વિસનગરના ભાગોમાં આ ઉપરાંત સમી અને હારીજના ભોગો સહિત ઉત્તર ગુજરાતના ઘણા ભોગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતમાં તારીખ 19 જુલાઈ ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તારીખ 19 જુલાઈ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટના ભાગોમાં પણ ભારે વરસાદ તેમજ ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં સામાન્યથી હળવો અને પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં તેમજ સૌરાષ્ટના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
20 અને 21 જુલાઈમાં બંગાળીની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે
ઉલ્લેખનીય છે કે, આ વરસાદી સિસ્ટમ 19 તારીખ પછી ઘટી જશે પરંતુ દક્ષિણ ભાગોમાં વરસાદ રહેશે. આ પછી ચોમાસુ દેશના પશ્ચિમ ભાગોમાં જશે. તારીખ 20 અને 21 જુલાઈમાં બંગાળીની ખાડીમાં બીજી સિસ્ટમ બનશે. જેના કારણે પુન: વરસાદી સિસ્ટમ પૂણે અને મધ્યપ્રદેશ થઈને ઓરિસ્સા અને છતીસગઢ થઈને બંગાળીની ખાડીમાં જતી રહેશે. જેથી ગુજરાતમાં 22થી 24 તારીખમાં ભારે વરસાદની થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,75,662 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.58 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,91,640 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 34.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.