‘નેશનલ હેર ડોનેશન ડે’ પર અદ્ભુત પહેલ ; કેન્સર પીડિતો માટે દર્શનભાઈ પરમાર, ચંદ્રીકાબેન અને ઉર્વીબેને હેર ડોનેટ કર્યા
તમે તમારા જીવનમાં અલગ અલગ પ્રકારના દાન વિશે સાંભળ્યું હશે અને દાન કર્યું પણ હશે. શું તમે ક્યારેય હેયર ડોનેશન વિશે સાંભળ્યું છે? તમે કાપેલા વાળ પણ ડોનેટ કરી શકો છો. વાળ દાન કરીને કેન્સરના દર્દીઓની જિંદગી સારી બનાવી શકો છો. વાળથી માણસની સુંદરતામાં વધારો થાય છે. વાળ ન હોવાના કારણે ઘણા લોકો લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે. વાળ ઉગાડવા માટે પણ નીત નવા નુષ્ખાઓ પણ કરતા હોય છે. જ્યારે બીજો એક વર્ગ એવો પણ છે જે પોતાના વાળ કેન્સર પીડિત માણસોની વીગ બનાવવા માટે દાન કરે છે.
આજે 7 માર્ચ નેશનલ હેર ડોનેશન ડે તરીકે ઓળખાય છે. વિશ્વ અવર રિસ્પોન્સિબિલિટી ગ્રુપના સહયોગથી દર્શનભાઈ પરમાર,ચંદ્રિકાબેન પંચાલ, ઉર્વી પંચાલ અને દિવ્યકાન્તના હેર ડોનેટ કરવામાં આવ્યા. ત્યારે હેર ડોનેટ કરનાર ઉર્વી પંચાલે જણાવ્યું હતું કે,”મારા વાળનો ગ્રોથ સારો છે. મારે નિયમિત હેર કટ કરાવવા જ પડતા હોય છે એ તમે વિચાર્યું કે મારા વાળ કોઈક બીજા વ્યક્તિના કામમાં આવે. તમારી પાસે જે પણ વસ્તુ હોય જે બીજાના કામમાં આવતી હોય તો એનાથી ઉત્તમ બીજું કંઈ ના હોય. મેં અને મારી મમ્મીએ સાથે વાળ ડોનેટ કર્યા મમ્મીએ તો એકદમ બોય કટ વાળ કરાવી દીધા.”
જે વ્યક્તિના વાળની લંબાઈ 12 ઇંચ થી વધારે હોય તે હેર ડોનેટ કરી શકે છે. જો તમારે જડમૂળમાંથી વાળ ના કપાવવા હોય તો 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી શકો છો.તમારા લેવાયેલા વાળ મુંબઈ એક બીજી સંસ્થામાં જાય છે. મળેલા વાળને ભેગા કરી અને એક વીઘ બને જે કેન્સરની સારવાર દરમિયાન જે વાળ ખરતા હોય છે તે વ્યક્તિઓને તે આપવામાં આવે.પુરુષ કે મહિલા કોઈપણ વાળ દાન કરી શકે છે. ગુજરાતમાં ઘણા એવા પણ કિસ્સા છે કે મહિલાઓએ સંપૂર્ણ વાળ કઢાવી અને દાન કરેલા છે. તમે પણ જો વાળ દાન કરીને કેન્સર પીડિતોની મદદ કરવા માંગો છો તો Visw our Responsibility નો સંપર્ક કરી શકો છો.