અમદાવાદ બન્યું રાજ્યનું સૌથી હવા પ્રદુષિત શહેર
દિવાળી પહેલા પ્રદુષણ માઝા મૂકી રહ્યું છે. વાતાવરણમાં પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે તો હવે ગુજરાતમાં પણ સ્થિતિ વણસી રહી છે. AQI.in વેબસાઈ અનુસાર ગુજરાતમાં વાપીમાં , અમદાવાદ, સુરત અને અંકલેશ્વરમાં ઊંચો AQI નોંધાયો છે.
100 કરતા ઊંચો AQI ચિંતાજનક
AQI.in વેબસાઈ અનુસાર 100 થી ઊંચો એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળો જયારે 200 થી 300 વચ્ચે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વેબસાઈટ દ્વારા જાહેર સત્તાવાર માહિતી મુજબ 0-50 : Good, 51-100 : Moderate, 101-200 : Poor, 201-300 : Unhealthy, 301-400 : Severe અને 401-500: Hazardous શ્રેણીમાં મુકવામાં આવે છે.
અમદાવાદના રખિયાલમાં AQI 300ને પાર
હુજરાતના ઘણા શહેરોમાં AQI 100 કરતાં વધુ છે.નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણની માત્રા ચિંતાજનક છે. નવરંગપુરામાં AQI 263 અને રખિયાલમાં AQI 300ને પાર નોંધાયો છે. ગઇકાલે નવરંગપુર વિસ્તારમાં AQI 256 નોંધાયો હતો. રખિયાલ વિસ્તારમાં પણ ગઇકાલે AQI 271 પર હતોઅમદાવાદ શહેરનો સરેરાશ AQI 142 નોંધાયો હતો.