BLOની કામગીરી બાદ હવે શિક્ષકો બાળકોના બર્થ સર્ટિફિકેટ ભેગા કરવામાં વ્યસ્ત થશે: ડેટા મેપિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ
1 મહિનો BLOની કામગીરી બાદ હવે શિક્ષકોને બાળકોના જન્મનાં પુરાવા એકત્ર કરવાની કામગીરી રાજય સરકાર દ્વારા શિક્ષકોને સોંપવામાં આવી છે જેને લઈને શિક્ષકોમાં કચવાટ ફેલાય ગયો છે કે, 1 મહિનો BLOની કામગીરીમાં બગડ્યો ને બાળકોનું શિક્ષણ બગડ્યું છે ત્યારે હવે બાળકોના બર્થ સર્ટિફિકેટ ડેટા મેપિંગ પ્રોજેકટનાં કામે લાગી જશે.
બાલવાટિકાથી ધો.12 માં અભ્યાસ કરતાં બાળકોનાં બર્થ સર્ટિફિકેટ ડેટા મેપિંગ કરવા માટે આ કામ સરકારી શાળાના શિક્ષકો ને આપવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ટ્રેકિંગ કરવા માટે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે આ સિસ્ટમમાં બાલવાટિકા થી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરતા બાળકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :સાવધાન! હવે ઘર કે ઓફિસના CCTV હેક થવાનું જોખમ : રાજકોટનાં 33 કેમેરા સંવેદનશીલ,અમેરિકી સાયબર નિષ્ણાતે આપી ચેતવણી
કેન્દ્ર સરકારની સૂચનાથી આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાતા શિક્ષકોએ હવે વાલીઓને મળી બાળકોના જન્મનો પુરાવો અથવા બર્થ સર્ટિફિકેટ કરવાની કામગીરીમાં લાગી જવું પડ્યું છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બાળકોના બર્થ સર્ટિફિકેટ નથી તો તેમને અપલોડ કરવા બારકોડેડ કરવું પડશે. સાચો રેકોર્ડ પસંદ કરી બાળકો નામ મિટિંગને કામગીરી શાળા કક્ષાએથી કરવાની હોવાથી શાળાના આચાર્યો દ્વારા શિક્ષકોને આ કામગીરી આપવામાં આવી છે આ પાયલોટ પ્રોજેક્ટ 20 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં ચાલુ થશે. શિક્ષકોની વ્યથા એ છે કે સરકારી શાળાના બાળકોને કઈ રીતે ભણાવવા..?
