સુરતમાં ACBની કાર્યવાહી : 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, એક ફરાર
લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે છતાં પણ રાજ્યમાં ભ્રષ્ટાચારના મામલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અનેક જગ્યાઓ પર બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે અને સરકારી કામગીરી માટે લાંચ લેતા હોય છે ત્યારે આજે આવી ઘટના સુરતમાં સામે આવી છે જેમાં લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતની છે જ્યાં AAPના બે કોર્પોરેટરે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ ન કરાવવા 10 લાખની લાંચ માગી હતી. નાણાંને બદલે કોર્ડવર્ડમાં ‘ડોક્યુમેન્ટ’ કહેતા હતા ત્યારે આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે તો એક ફરાર છે. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા હતા.
પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ કહી કોન્ટ્રાકટ રદ કરવાની ધમકી આપી રૂ.11 લાખ માંગી રકઝક બાદ રૂ.10 લાખ લેવા તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ સુરત ACB એ વાતચીતના રેકોર્ડિંગની સીડીનું એફએસએલમાં પરીક્ષણ બાદ રૂ.10 લાખની લાંચની માાંગણીનો ગુનો નોંધી એક કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે.
નગરપાલિકાના પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચની માંગણીના કિસ્સામાં ACB એ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કિસ્સામાં નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે. વરાછા ઝોનના આસી. કમિશ્નરની ઓફિસમાં બેઠક કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.