Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આખા ગુજરાતમાં રાજકોટના રસ્તા સૌથી વધુ જોખમી : અકસ્માતનો મૃત્યુદર દિલ્હી-હૈદરાબાદ કરતા પણ વધુ

Sat, September 7 2024

ભારતમાં માર્ગ સલામતિ અંગેનો સ્ટેટ્સ રીપોર્ટ રાજકોટ માટે શરમજનક

અકસ્માતનો મૃત્યુદર દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ કરતા પણ વધુ છે

અત્યારે વરસાદ પછી આખા ગુજરાતમાં રસ્તાની હાલત ભંગાર થઇ ગઈ છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વાહનચાલકોની કેડ ભાંગી રહી છે પરંતુ તંત્ર સબ સલામતનાં દાવા કરે છે ત્યારે ભારતમાં માર્ગ સલામતિ અંગેનો તાજેતરમાં જાહેર થયેલો એક સ્ટેટ્સ રીપોર્ટ રાજકોટ માટે શરમજનક સાબિત થઇ રહ્યો છે. આ રીપોર્ટ અનુસાર રાજકોટના રસ્તા ગુજરાતમાં સૌથી વધુ જોખમી છે અને પ્રાણઘાતક છે. એટલુ જ નહી રાજકોટમાં સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ દર છે, જે દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ કરતા પણ વધારે છે.

એક અહેવાલ અનુસાર, રાજકોટ, જે ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરવામાં મોખરે હતું, તે ગુજરાતનું સૌથી વધુ માર્ગ અકસ્માત મૃત્યુ દર ધરાવતું શહેર છે.

ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી દ્વારા ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023’ અનુસાર, રાજકોટ શહેરમાં દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બૃહદ મુંબઈ અને કોલકાતા જેવા ઘણા મોટા શહેરોની સરખામણીમાં લાખની વસ્તી દીઠ માર્ગ અકસ્માતમાં મૃત્યુ દર વધુ છે.

રાજકોટની વસતિ દિલ્હી અને અમદાવાદ કરતા ઘણી ઓછી છે આમ છતાં તેનો મૃત્યુદર પ્રતિ લાખ 9.7 છે, જે વડોદરા (7.4), અમદાવાદ (5.5) અને સુરત (5.5) જેવા ગુજરાતના અન્ય શહેરોને પણ પાછળ છોડી દે છે. દિલ્હીમાં એક લાખ વસ્તી દીઠ 6.9, હૈદરાબાદ 3.4, ગ્રેટર મુંબઈ 2.4 અને કોલકાતામાં 1.6નો માર્ગ અકસ્માત મૃત્યુ દર છે.

અહેવાલ મુજબ, દેશમાં સૌથી વધુ મૃત્યુદર ધરાવતા પાંચ શહેરોમાં આસનસોલ (22.9), લુધિયાણા (21.4), વિજયવાડા (20.7), અલ્હાબાદ (19.8) અને જયપુર (19.1)નો સમાવેશ થાય છે, જેમાં પ્રતિ લાખ વસ્તી દીઠ સરેરાશ 21 મૃત્યુ દર છે. .

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “મોટા શહેરોમાં ઓછા મૃત્યુ દરનું એક સંભવિત કારણ ટ્રાફિક ભીડને કારણે વાહનોની ઓછી ઝડપ હોઈ શકે છે. રાહદારીઓના મૃત્યુની સંભાવના 30 કિમી પ્રતિ કલાકની ઝડપે 10% થી ઓછી અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે 80% થી વધુ હોવાનો અંદાજ છે.

રાજકોટમાં વધુ મૃત્યુદરનું કારણ ભૌગોલિક પરિસ્થિતિ

ટ્રાફિક વ્યવસ્થાના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, “રાજકોટની ભૌગોલિક સ્થિતિને કારણે વધુ મૃત્યુ થાય છે. તે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો માટેનું ઔદ્યોગિક હબ પણ છે. આથી, ફોર વ્હીલર કરતાં દ્વિચક્રી વાહનો રસ્તા પર વધુ છે. શહેરમાં ગોંડલ, જામનગર, મોરબી, કચ્છ અને અમદાવાદ જેવા શહેરોને જોડતા અનેક ધોરીમાર્ગો પસાર થાય છે. મોટા ભાગના અકસ્માતોમાં રાહદારીઓ અને ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે,”

ગુજરાતમાં મૃત્યુઆંક કેટલો

શહેર – મૃત્યુ ( પ્રતિ લાખ)
રાજકોટ – ૯.૭
વડોદરા -૭.૪
અમદાવાદ-૫.૬
સુરત -૫.૫

Share Article

Other Articles

Previous

તેલાધરની આરાધના: કર્મની ગાડી ધીમી કરો, ધર્મથી સિદ્ધત્વ પામો

Next

ટાઢા પહોરનુ સપનુ : પાકિસ્તાને જુનાગઢને પોતાનું ગણાવ્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
9 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
9 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
9 કલાક પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
9 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : આ ઓલરાઉન્ડર ખેલાડીએ અચાનક કરી નિવૃતિની જાહેરાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પેટ્રોલ ડિઝલના ભાવ અંગે નવા મંત્રીએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ખાનગી કંપનીઓ પણ સેવા આપવા માટે ફેસ ઓથેન્ટિકેશન કરી શકશે : કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો સુધારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો, રૂપિયા 1000 કરોડનું નુકસાન, અત્યાર સુધીમાં મૃત્યુ આંક 106 ઉપર પહોંચ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર