37 વર્ષ પહેલા પણ અમદાવાદમાં થયું’તું પ્લેન ક્રેશ : 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયું હતું? વાંચો સમગ્ર ઘટના
અમદાવાદ એરપોર્ટથી આજે બપોરે લંડન માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાની દૂર્ઘટના જેવી 37 વર્ષ પૂર્વે અમદાવાદમાં જ ફલાઈટ ક્રેશની દૂર્ઘટના બની હતી. 19-10-1988ના રોજ મુંબઈથી વહેલી સવારે ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નં.113એ અમદાવાદ માટે ઉડાન ભરી હતી. અમદાવાદમાં જ લેન્ડિંગ સમયે ફ્લાઈટ ક્રેશ થઈ હતી. એ ફ્લાઈટમાં 135 મુસાફરો મુંબઈથી અમદાવાદ આવવા માટે સવાર હતા. પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હતા. જે તે સમયે ઈન્ડિયન એરલાઈન્સથી ઓળખતા એ કંપની ટેકઓવર બાદ એર ઇન્ડિયા બની હતી. 37 વર્ષ પૂર્વે ક્રેશ થનાર અને આજે ક્રેશ થયેલી ફ્લાઈટ ઈન્ડિયન એરલાઈન્સ-એર ઈન્ડિયાની જ છે.

ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન જ ઘટના 37 વર્ષ પહેલાં આજ સ્થળે થઈ હતી. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એ ઘટનાથી દેશ દુનિયા ચોંકી ઉઠી છે.આ ઘટનાને લઈ 37 વર્ષ પહેલા મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઈન્સ ની ફ્લાઈટ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઈ હતી.
આ પણ વાંચો : બધું મારી નજરની સામે થયું પછી…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

આ લાઇફમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 પેસેન્જર ના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઈન્સના ઇતિહાસના સૌથી ભયાનક અને ભારતના એવીએશન ઇતિહાસમાં ચોથી ઘટના બની હતી. મુંબઈના સહારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ સવારે 5:45 વાગ્યે ઉડાન ભરતી હતી પરંતુ એક પેસેન્જર મોડો હોવાના લીધે 20 મિનિટ આ પ્લેન મોડુ પડયું હતું.
