હાર્ટ એટેકથી વધુ એક મોત : નવસારીની ફેક્ટરીમાં અચાનક રત્નકલાકાર ઢળી પડ્યો
છેલ્લા ઘણાં સમયથી નાની વયના વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાના કિસ્સા ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે નવસારીના હીરા ફેક્ટરીમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં રત્નકલાકારનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, નવસારીની સી.આર. જેમ્સ ફેક્ટરીમાં આ ઘટના બની છે. જેમાં રત્નકલાકારનું હાર્ટએટેકને કારણે કરૂણ મોત નીપજ્યું છે. રત્નકલાકાર બારી પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ તાત્કાલિક 108ને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરંતુ રત્નકલાકાર યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, યુવક એકદમ સ્વસ્થ હતો. ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવતા અનેક સવાલ ઊભા થયા છે.