આજથી ટીમ ઈન્ડિયાનું ઑસ્ટે્લિયા સામે મિશન ટી-૨૦’
વર્લ્ડકપની હારનો બદલો લેવા ઉતરશેયંગ બ્રિગેડ’: સાંજે ૭ વાગ્યાથી વિશાખાપટ્ટનમમાં મુકાબલો શરૂ
વર્લ્ડકપના ફાઈનલમાં મળેલા કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયા આજથી ઑસ્ટે્લિયા સામે મિશન ટી-૨૦ માટે મેદાને ઉતરશે. આજથી ઑસ્ટે્લિયા સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી શરૂ થશે જેનો પ્રથમ મુકાબલો વિશાખાપટ્ટનમમાં સાંજે ૭ વાગ્યાથી શરૂ થો. ટી-૨૦ શ્રેણી માટે બન્ને ટીમના કેપ્ટન બદલાઈ ગયા છે. એટલું જ નહીં બન્ને ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે જે આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પોતાની પ્રતિભા બતાવવા માટે આતૂર છે.
ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે અત્યાર સુધી ૨૬ ટી-૨૦ મુકાબલા રમાયા છે જેમાં ટીમ ઈન્ડિયાએ ૧૫માં જીત મેળવી છે જ્યારે ઑસ્ટે્રલિયન ટીમ ૧૦ મેચ જીતવામાં સફળ રહી છે. અહીં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમે પોતાના ઘરમાં ઑસ્ટે્લિયા વિરુદ્ધ ૧૦ ટી-૨૦ મેચ રમી છે જેમાંથી છમાં તેને જીત મળી છે.
જ્યાં આ મુકાબલો થવાનો છે તે વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે જેમાં બે મેચ ભારે જીતી છે. આ ગ્રાઉન્ડનો શ્રેષ્ઠ સ્કોર ૧૭૯ રન છે જે ભારતે ૨૦૨૨માં આફ્રિકા વિરુદ્ધ બનાવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં શ્રીલંકાની ટીમ ૮૨ રને આઉટ થઈ ગઈ હતી જે આ ગ્રાઉન્ડનો સૌથી ઓછો સ્કોર છે.