રાજકોટના નવા રિંગરોડ-જામનગર રોડ જંકશન પર બનશે ભવ્ય એન્ટ્રી ગેઇટ: સર્કલ પર ગાર્ડનિં સાથે ફાઉન્ટન મુકાશે
રાજકોટ શહેરના તમામ એન્ટ્રી ગેઈટમાં હટકે પ્રવેશદ્વાર 150 ફૂટ નવા રિંગરોડ પરના જામનગર રોડ જંક્શનનું બનશે. પ્રવેશદ્વવાર માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું.

ત્રણ એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા જેમાં પેલિકન ઈન્ફ્રા. પ્રોજેક્ટ્સ ડિસ્કવોલિફાઈડ થઈ જ્યારે અન્ય બેમાં ઈનોવેટિવ એન્ટરપ્રાઈઝ દ્વારા મનપાના ભાવથી 4.99 ઉંચા તેમજ અમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 11.11 ટકા ઓનના ભાવથી ટેન્ડર આવેલું.

મહાપાલિકાએ 2,99,53,383 ઉપરાંત 18 ટકા જીએસટી સાથે 3,53,45,000 એસ્ટિમેટ ભાવ નક્કી કર્યો હતો. ચાર ટકા ઓનથી જતા હવે મનપાએ 18 લાખ જેવો વધુ ભાવ સાથે ઈનોવેટિવ એન્ટરપ્રાઈઝને કામ સોંપ્યું છે. રેડિયન્સ રાજકોટ નામ સાથે નાનો એવો ગાર્ડન, સર્કલ પર ગાર્ડનિં સાથે ફાઉન્ટન મુકાશે.

સર્કલનું નામ મહિપતસિંહજી મોહનસિંહજી જાડેજા ચોક રાખવામાં આવ્યું છે. ઉપરોક્ત ફોટા મુજબ આવો બનશે જામનગર રોડ જંક્શન એન્ટ્રી ગેઈટ.
