રાજકોટમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા લોકોને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને CCTV કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વધુ 8 લોકો કેમેરામાં કેદ થાય છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી અંતર્ગત ૨૩ એપ્રિલ 2024ના રોજ ૦૮ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા દંડ કરવામાં આવ્યો હતો.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૧૨૫ લોકેશન ચેક કરવામાં આવ્યા હતા જે અંતર્ગત કુલ ૪૮૩ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ૦૮ ફરિયાદો સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવ્યું હતું.
ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી..