7 વર્ષની માંગણીનો સ્વીકાર : રાજકોટ ગ્રામ્યમાં નવાં DEO મળશે, ગુજરાતમાં 6 નવી DEO કચેરીને મળી મંજુરી
આખરે સાત વર્ષની રજુઆત ફળી છે અને રાજકોટ શહેર અને ગ્રામ્યને અલગથી DEO કચેરી મળશે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુલ 1551 સ્કૂલ જે પૈકી ગ્રામ્યમાં 590 અને શહેરમાં 961 શાળાઓ આવેલી છે. શિક્ષણ વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય માટે અલગ ડીઇઓ કચેરી વિભાજિત કરવા મંજૂરી આપી તો દીધી છે જ્યારે પરિપત્રમાં મહેકમ 2 નાં બદલે હજુ 1 દર્શાવે છે, શિક્ષણક્ષેત્રનાં તજજ્ઞોનાં જણાવ્યા અનુસાર DEO માટેની ઓફીસ 2 કરીને એક જ અધિકારીને ચાર્જ સોંપશે તો કામનું ભારણ ઘટશે નહિ તેમ શિક્ષણવિદનું માનવું છે.
આ પણ વાંચો :થાઈલેન્ડમાં ફસાયેલા 125 ભારતીયોને બચાવી પાછા લવાયા : કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયા’તા
ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલોની સંખ્યા વધતા કામની જવાબદારી વધી
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની છેલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી અલગ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અધિકારીને ચાર્જ સોંપવા માટે શાળા સંચાલકો અને શિક્ષક સંઘ દ્વારા સાત વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી હતી. રાજકોટ સહિત ગુજરાતમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સંખ્યાનો છેલ્લા એક દાયકામાં વધારો થયો છે. જેના લીધે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓ પર કામનું ધારણ વધી ગયું હોવાના લીધે મોટા ભાગના કામ પેન્ડિંગ રહેતા હોવાની ફરિયાદો ઊભી થઈ હતી જેથી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓના વિભાજન માટે રજૂઆતો કરવામાં આવી હતી.
