વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરના હરણી રોડ રૂપમ ટૉકીઝ પાસે ખૂની ખેલ ખેલાયો હોવાનું વિગતો સામે આવી છે. જેમાં યુવકની હત્યા કરી ઈસમો ફરાર થઈ જતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ બે હત્યારાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા બીજા બે સાળા જીલાની શેખ અને ઉંમર શેખને પણ મોડી રાતે ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સંગમ ચાર રસ્તા નજીક રૂપમ ટોકિઝ પાસેની છે જ્યાં છરીના ઘા ઝીંકી સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની બેરહેમીપૂર્વક કરવામાં આવી હતી. હત્યારાઓ બેરહેમીપૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ બે હત્યારાઓની ધરપકડ કરી હતી. પોલીસે ઉવેશ શેખ અને રિયાઝ પઠાણને પોલીસે પકડી પાડ્યા છે ઉપરાંત હત્યા કરવાના બનાવમાં ફરાર તેના વધુ બે સાળાને પોલીસે ઝડપી પાડ્યા છે.
હત્યારાની બેન સાથે બીજા લગ્ન કર્યા હોવાની અદાવત રાખી બનેવીની હત્યા કરી હતી.ત્યારબાદ તેઓ દેવગઢબારીયા અંતરિયાળ ગામડા માં છુપાયા હતા. પોલીસે બાતમીના આધારે બને હત્યારાઓને અંતરિયાળ ગામડા માંથી ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ચંદુના સાળા અવેશ ઉર્ફે ઉવેશ તેમજ તેના મિત્ર રિયાજની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઈ ગયેલા બીજા બે સાળા જીલાની શેખ અને ઉંમર શેખને પણ મોડી રાતે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.