- રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા,સરકાર સામે અંદલોનની ચીમકીના પગલે કેસ દાખલ કર્યો છે : વકીલ
વોઇસ ઓફ ડે રાજકોટ
જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી અને તેના પુત્રો સહિત પાંચ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.જે તમામ આરોપીઓને ગઇકાલે રાજકોટ સેશન્સ કોર્ટમાં પોલીસે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીના વકીલે સરકાર સામે આંદોલનની ચીમકી આપતા આ કેસ દાખલ કર્યો છે તે સહિતની દલીલો કરતા અદલાતે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગોંડલના ધારાસભ્ય ગણેશ જાડેજાએ રાજુ સોલંકીના પુત્રને મારા મારતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તે દરમિયાન રાજુ સોલંકીએ જૂનાગઢ થી ગોંડલ બાઈક રેલી કાઢીને શક્તિ પરદર્શન કરી સરકાર સામે રાજ્ય વ્યાપી અંદલોન કરવાની ચીમકી આપી હતી. જે બાદ શનિવારે જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી, જયેશ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને જયેશ બગડા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.અને આરોપીઓને ગઇકાલે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જે રિમાન્ડ અરજી દરમીયાન કોર્ટમાં આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ સામેના તમામ કેસ ૨૦૧૯ પહેલાના છે અને જેમાંથી કેટલાક કેસમાં અદાલત આરોપીઓને નિર્દોષ જાહેર કરી ચૂકી છે તો કેટલાક હાલમાં પેન્ડિંગ છે. વધુમાં રજુઆતો કરી હતી કે આરોપીઓએ સરકાર સામે આંદોલનની ચીમકી આપતા જે દબાવવા માટે આ કેસ કરવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે આરોપી રાજુ સોલંકી સહિત પાંચેય આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.