Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

જામનગરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૨૩ જુગારીઓને ઝડપી પાડ્યા

Wed, August 19 2026

જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને જુગારના દુષણને ડામવા માટે પોલીસે લાલબતી ધરી છે. જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લાલપુર, જામનગર શહેરના પટેલનગર અને જામજોધપુરના વેરાવળ ગામે સપાટો બોલાવીને પોલીસે કુલ ત્રણ દરોડા પાડ્યા હતા. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૪ મહિલાઓ સહિત કુલ ૨૩ શખ્સો પોલીસના સળિયા પાછળ ધકેલાયા છે, જ્યારે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

લાલપુર શેરીની હોટલ પાસે દરોડો: ૫ શખ્સો ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લાલપુર શેરીની હોટલ નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે સામસામે બેસીને તીનપત્તીનો જુગાર રમી રહેલા ધરાનગરના ભાણજીભાઈ દાનાભાઈ મકવાણા, પાનનગરના રમેશભાઈ જેઠીરામભાઈ શ્રીમાળી, ધરાનગરના દિલીપભાઈ પરબતભાઈ ગોહિલ, પરાનગરના કરશનભાઈ કાનદાસભાઈ પરમાર અને જેન્તીલાલ દયાસમભાઈ દાણીધારિયા મળી કુલ ૫ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગઝડતી અને જુગારના સ્થળેથી કુલ રૂ. ૨,૨૮૦ રોકડા અને ગંજીપત્તાના પાનાં કબજે કરી તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ

પટેલનગર મારૂતિપાર્ક: જાહેરમાં જુગાર રમતી ૧૪ મહિલાઓ ઝડપાઈ

જામનગર શહેરના પટેલનગર મારૂતિપાર્ક શેરી નં. ૧ માં પ્રજાપતિ સમાજની વાડીવાળી શેરીના ખૂણે સીટી-એ ડિવિઝન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલી ૧૪ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ હતી. ઝડપાયેલી મહિલાઓમાં સુમનબેન મકવાણા, સંગીતાબેન કબીશ, ચંપાબેન વાઘેલા, ધનીબેન કબીરા, પાર્વતિબેન ચૌહાણ, ગીતાબેન ચૌહાણ, મિતલબેન કબીરા, પ્રિતિબેન વાણીયા, વીજ્યાબેન ખાણીયા, મંજુબેન પુરબીયા, પુજાબેન પરમાર, મીનાબેન બારીયા, હંસાબેન નારોલા અને સોનલબેન વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૬૮,૧૦૦ રોકડા અને જુગારનું સાહિત્ય કબજે કરી ગુનો નોંધ્યો છે.

જામજોધપુરના વેરાવળ ગામે દરોડો: વાહનો અને રોકડ જપ્ત

જામજોધપુર પોલીસે પણ જુગાર સામે સકંજો કસતા વેરાવળ ગામે પાણીના ટાંકા પાસે જાહેર સ્થળે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ફારૂકભાઈ ઉઢાભાઈ ઘુઘા, અહેમદભાઈ સમા, વિજયભાઈ ગોરાભાઈ સોલંકી અને ઈબ્રાહીમભાઈ હાસમભાઈ ઘુઘા ઝડપાઈ ગયા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહેતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૩,૬00 રોકડા તેમજ રૂ. ૫૦,૦૦૦ની કિંમતની બે મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૬૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી કડક તપાસ શરૂ કરી છે.

જામનગર જિલ્લામાં પોલીસે એક જ સમયગાળામાં પાડેલા આ ત્રણ મોટા દરોડાથી જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૧,૩૩,९૮૦ રોકડા, ગંજીપત્તાના ૧૫૬ પાનાં અને ૨ મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧,૮૩,९૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસની આ કડક કામગીરીથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓ સામે તંત્ર દ્વારા શૂન્ય સહનશીલતા (Zero Tolerance) ની નીતિ અપનાવવામાં આવી છે, જે ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહેશે.

Share Article

Other Articles

Previous

NEET-UG પેપરલીક વિવાદ: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પ્રણાલીને ગણાવી ‘ફૂલપ્રૂફ’

Next

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
8 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
8 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
8 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
8 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

રાજકોટના સિટી બસ-ડ્રાઇવરોને ‘કાબૂ’માં ક્યારે કરશો ? મનપા કચેરી ગજવતી કોંગ્રેસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ચારધામ યાત્રા માટે હવે વધુ ખર્ચ કરવો પડશે, ઉત્તરાખંડની સરકાર બહારથી આવતા વાહનોના પ્રવેશ પર ગ્રીન ટેક્સ લગાવશે
Breaking
2 વર્ષ પહેલા
લોકપ્રિય થઇ રહેલું ‘ડીઝાઈનર’ પાર્ટી ડ્રગ ‘પિંક કોકેઈન’ શું છે ? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટીડીપીના પ્રમુખ નાયડુએ દિલ્હીમાં ભાજપ હાઇ કમાન્ડ સાથે બેઠકો કરી…જુઓ શું કહ્યું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર