રાજકોટ-ધોરાજીનાં 200 શિક્ષકોનો ટેક્સ બચાવવા ‘દાન’નો ખેલ: 2 બેન્ક કર્મચારીઓ પણ ‘સાણસા’માં
બોગસ ટેક્સ ક્લેઈમમાં રાજકોટ અને ધોરાજીમાંથી 200 જેટલાં શિક્ષકો અને બે બેંક કર્મચારીઓની “દાનખોરી”ની કોરીપાટીને ખોલી આઈ.ટી.એ ઘટસ્ફોટ કર્યો છે.4 દિવસથી દેશભરમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે,રાજકોટ શહેર અને અલગ અલગ ગામોમાં તપાસનો દોર લંબાયો હતો.ત્યારે ધોરાજીમાં આવેલી અનેકવિધ સ્કૂલનાં શિક્ષકોએ નાની રાજકીય પાર્ટીઓને રૂ.50 હજારથી લઈ 5 લાખનું દાન આપી ટેક્સચોરીનું મસમોટું કારસ્તાન આચર્યું હોવાની સ્ફોટક વિગતો બહાર આવતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા ચાર દિવસથી સીબીડીટીના આદેશથી બોગસ ટેક્સ ક્લેઇમ થકી કરાતી કરચોરીનાં દુષણને ડામવા એકશન પ્લાન થકી એક ઝુંબેશ શરૂ કરી જેમાં આ વખતે આઈ.ટી.વિભાગે લાલ આંખ કરી ગુજરાત સહિત 6 જેટલા રાજ્યોમાં સામાન્ય કરદાતાઓ અને માત્ર ચોપડે રજીસ્ટર થયેલી રાજકીય પક્ષને રડારમાં લીધા છે.
આ પણ વાંચો : ED Notice Google Meta : EDનો Google-Meta પર સકંજો: બેટિંગ એપને પ્રોત્સાહન આપવા મામલે ફટકારી નોટિસ
આઈ.ટી.નાં સૂત્રોએ જણાવ્યું હતું કે,રાજકોટનાં કરવેરા સલાહકારને ત્યાંથી 150 લોકોનું લિસ્ટ નીકળ્યું હતું તો ધોરાજીમાં એક ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી જેમનાં નામ ખુલ્યા છે ત્યાં આઈ.ટી.ની ટીમ પહોંચી હતી,જેમાં ધોરાજીની અને આજુ બાજુનાં મોટી મારડ, જામકંડોરણા ગામમાં આવેલી સ્કૂલનાં 200 જેટલા શિક્ષકોએ “દાન”આપી ટેક્સ બચાવ્યો હતો.આ ઉપરાંત ધોરાજીમાં આવેલી રાજકોટ નાગરિક બેન્કનાં 2 કર્મચારીઓએ પણ દાન આપી ટેક્સ કપાતનો લાભ લીધો હોવાનું ખુલ્યું હતું.