ધ્રોલમાં કુમાર છાત્રાલય ધરાશાયી થતા 2 બાળકો દટાયા : 1 બાળકનું મોત
જામનગર જીલ્લાના ધ્રોલમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં ધ્રોલ તાલુકામાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની કુમાર છાત્રાલયનો કાટમાળ ધરાશાયી થતા 2 બાળકો દટાઈ ગયા હતા. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને JCB દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. ઘટનામાં ૧ બાળકનું મોત તો અન્ય એક બાળક સારવાર હેઠળ છે.
મળતી વિગતો અનુસાર ધ્રોલમાં નૂરી હાઇસ્કુલ સામે વણકર સમાજની જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા 2 બ ળકો દટાયા ઘટનાની જાણ થતા પોલીસ બે જેટલા જેસીબીઓ તેમજ બે જેસીબી સ્થાનિક લોકો સહિતના લોકો ધટના સ્થળે દોડી ગયા હતા. બંને બાળકોને બહાર કાઢવા આવ્યા છે. આ ઘટનામાં ૧૨ વર્ષીય ગોપાલનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. આરોહી રવિ પરમાર નામની બાળકી સારવાર હેઠળ છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજે સાંજે ૫ વાગ્યા આસપાસ અહીં છાત્રાલયની દિવાલ એકાએક ધરાશાયી થતા 2 બાળકો કાટમાળ નીચે દટાયા હતા. બનાવ બનતા સ્થાનિકો બચાવ કાર્યમાં લાગી ગયા હતા, તંત્ર દ્વારા જેસીબીની મદદ લેવાઈ હતી. પ્રથમ બે બાળકોને બહાર કાઢી હોસ્પિટલે ખસેડતા આશરે ૧૨ વર્ષના એક બાળકનું મોત થયું હતું, જ્યારે બીજી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.