રાજકોટ શહેરના 4 DCP સહિત રાજયના 116 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે જેની ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં રાહ જોવાતી હતી તેવા IPS અને SPએસ મળી 116 પોલીસ અધિકારીઓના બદલીના ઓર્ડર કર્યા છે. રાજકોટના ચાર DCP એક સાથે બદલાયા છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ગીર સોમનાથ અને ભાવનગરના SPની પણ બદલી થઈ છે. રાજકોટ DCP ક્રાઈમની મહત્વની પોસ્ટ પર હાલ રાજકોટમાં જ ઝોન 2 DCP તરીકે ફરજ બજાવતા જગદીશ બાંગરવાનું પોસ્ટિંગ કરાયું છે. રાજ્યમાં ડાયરેક્ટ DGP અંડરમાં આવતા SMCમાં SP તરીકે એમ.જી.ચાવડાને મુકવામાં આવ્યા છે.

બદલીના ગૃહ વિભાગના લિસ્ટ મુજબ રાજકોટ DCP ક્રાઈમ ડો. પાર્થરાજસિહ ગોહિલને સાબરકાંઠા SP તરીકે મૂકવામાં આવ્યા છે, DCP ઝોન-1 સજ્જનસિહ પરમારની બદલી મહેસાણા થઈ છે તેમના સ્થાને સુરતથી હેતલ પટેલ મુકાયા છે. DCP ઝોન-ર તરીકે રાકેશ દેસાઈ જ્યારે DCP ટ્રાફિક પૂજા યાદવ આહવા ડાંગના SP તરીકે મુકાતા રાજકોટ DCP ટ્રાફિક તરીકે હરપાલસિહ જાડેજાનું પોસ્ટિંગ થયું છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના SP હિમકરસિંહની અમદાવાદ બદલી થઈ છે તેમના સ્થાને સુરતના DCP વિજયસિહ ગુર્જર મુકાયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો વધુ રાઉન્ડ થશે શરૂ : 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

જામનગરના SP તરીકે રાજકોટના પૂર્વ DCP હાલ અમદાવાદ ફરજ બજાવતા ડો. રવિ મોહન સૈનીની નિમણૂક થઈ છે, જામનગર એસ.પી પ્રેમસુખ ડેલુંને સુરેન્દ્રનગર SP તરીકે પોસ્ટિંગ અપાયું છે. મોરબીના SP રાહુલ ત્રીપાઠીની બદલી અમદાવાદ થઈ છે. તેમના સ્થાને મુકેશકુમાર પટેલ, રાજકોટના પૂર્વ DCP અને હાલ ગીર સોમનાથના SP મનોહરસિંહ જાડેજાની બદલી SP મોડાસા તરીકે થઈ છે તેમના સ્થાને જયદીપસિહ જાડેજા મુકાયા છે.

મોરબી તથા ભાવનગરના SP ડૉ. હર્ષદ પટેલની બદલી અમદાવાદ DCP તરીકે થઈ છે. તેમના સ્થાને દેવભૂમિ દ્વારકાના એસ.પી. નિતેશ પાંડે મુકાયા છે. દૈવભૂમિ દ્વારકામાં જયરાજસિંહ વાળાનું પોસ્ટીંગ થયું છે. રાજ્યના 105 ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓના આજે ઓર્ડર થતાં હવે DYSPની બદલીઓના ઓર્ડર નીકળે તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી છે.

રાજકોટના ACBના ડેપ્યુટી ડાયરેકટર તરીકે બળદેવસિંહ વાઘેલાનું પોસ્ટીંગ થયું છે. જ્યારે રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ બદલાયા છે. નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે વાઘીસા જોષીને મુકવામાં આવ્યા છે.











