લોકસભામાં ફરી અધ્યક્ષસ્થાન સંભાળતા ઓમ બિરલા
♦ ‘મહેલ’નો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ: નહેરુ-આંબેડકર પણ દિલ્હીને પુર્ણ રાજયના વિરોધી હતા: કોંગ્રેસને પણ ઝપટમાં લીધી: I.N.D.I.A.ને પણ ઝાટકી
નવી દિલ્હી:
સંસદના ચોમાસુ સત્રમાં 11માં દિવસે આજે ધાંધલ ધમાલ શાંત થઈ હતી અને અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પણ ફરી તેમના આસન પર બેસી ગયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે દિલ્હી ઓથોરીટી ખરડા પર વિપક્ષોના વિરોધને આડે હાથે લેતા આમ આદમી પાર્ટીના વડા તથા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ પ્રહારો કર્યા હતા.
શ્રી શાહે જણાવ્યું કે, આજે કોંગ્રેસ ગઠબંધનના કારણે જ આ ખરડાનો વિરોધ કરે છે પણ તેમના જ સ્વ. નેતા પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીને પૂર્ણ રાજય બનાવ્યું ન હતું. શ્રી શાહે જણાવ્યું કે દિલ્હીની જે રીતે દેશના પાટનગર તરીકેની ખાસ સ્થિતિ છે તેથી કેન્દ્રની સરકારને દિલ્હી કાનૂન બનાવવાનો અધિકાર છે પણ દિલ્હીના શાસક આમ આદમી પાર્ટીને લોકોની ચિંતા નથી પણ તેઓએ I.N.D.I.A. પર પ્રહાર કરતા કહ્યું કે, ગઠબંધન નવી દિલ્હીની જનતાનો વિચાર કરવો જોઈએ.
શ્રી શાહે આકરા પ્રહારમાં જણાવ્યું કે મુખ્યમંત્રી તેમના ભવ્ય આવાસનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરે છે. દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો મનપસંદ ભાગ આગળ ધરે છે પણ ફકત સુપ્રીમે જ નહી પંડિત જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બી.આર.આંબેડકરએ પણ દિલ્હીને પુર્ણ રાજયના દરજજાનો વિરોધ કર્યો હતો.