Pgvclમાં એકાઉન્ટ્સ વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશ
રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી દ્વારા ગુરુવારે મોડી સાંજે 6 અધિકારીઓને બઢતીના સાથેના હુકમો કરવામાં આવ્યા બાદ શુક્રવારે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ થી સુપ્રિટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટનાં બઢતી સહિત સિનિયર આસિસ્ટન્ટથી ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
પીજીવીસીએલ દ્વારા ગુરુવારે 6 અધિકારીના બઢતીના હુકમ કરવામાં આવ્યા હતા. જે બાદ શુક્રવારે વધુ 27 હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં કાલાવડ રોડ સબ ડિવિઝનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ બીઆર બાવટિયાની જામનગર અને સિટી ડિવિઝન-3ના જીઆર વેગડની અમરેલી ખાતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ એકાઉન્ટ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 23 સિનિયર આસિસ્ટન્ટની ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ્સ તરીકે બઢતી કરાઇ છે.