નીતિન નબીન વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી
રાજનાથ સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન
ભારતીય જનતા પક્ષના સંસદીય બોર્ડે એક અણધાર્યા અને આશ્ચર્ય જન્માવતા નિર્ણયમાં બિહાર સરકારના મંત્રી અને બાંકીપુરના ધારાસભ્ય નીતિન નબીનને પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરી દીધા છે. ભાજપમાં લાંબા સમયથી કોણ રાષ્ટ્રીય પ્રમુખ
કમુરતા ઉતરે પછી પક્ષ પ્રમુખ બની શકે છે
ભાજપનાં ટોચના સુત્રોએ કહ્યું હતું કે, નીતિન નબીન હાલમાં પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને 14 જાન્યુઆરી પછી એટલે કે કમુરતા ઉતરે પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવશે અને તેમાં નીતિન નબીન એક જ ઉમેદવારી નોંધાવશે અને તે જ પ્રમુખ બનશે. કોણ છે નીતિન નબીન
નીતિન નબીન પટનામાં જન્મેલા છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિન્હા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હતા. પિતાના નિધન પછી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા અને પોતાની ઓળખ બનાવી. તેઓ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ પહેલી વાર 2006માં પેટા ચૂંટણી જીત્યા હતા. આ પછી 2010, 2015, 2020 અને 2025 વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.
કોણ છે નીતિન નબીન નીતિન નબીન પટનામાં જન્મેલા છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિન્હા ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હતા. પિતાના નિધન પછી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા અને પોતાની ઓળખ બનાવી. તેઓ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ પહેલી વાર 2006માં પેટા ચૂંટણી જીત્યા હતા. આ પછી 2010, 2015, 2020 અને 2025 વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.
કાર્યકરો મહેનત કરે તો સારું ફળ મળે જ છેઃ નીતિન નબીન
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેના નામની જાહેરાત થઇ છે તે બિહારના નીતિન નબીને પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, કાર્યકરો મહેનત કરે તો સારું ફળ મળે જ છે. કાર્યકરોનાં કામ ઉપર મોટા નેતાઓની નજર હોય જ છે. આ પ્રથમ પ્રતિક્રિયા બાદ તેઓ પટનાના ભાજપના પ્રદેશ કાર્યાલય ગયા હતા અને નેતાઓને મળ્યા હતા.બિહાર સરકારમાં
મંત્રી બાંકીપુરનાં ધારાસભ્ય નીતિન નબીન સંગઠનનાં નિષ્ણાત પણ છે
