કોણ છે એ એથ્લેટ કે જેનો 125 વર્ષ જૂનો રેકોર્ડ ‘પિસ્તોલ ક્વીન’ મનુ ભાકરે તોડ્યો ?
રિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.તો ચાલો જાણીએ કોણ છે આ પિસ્તોલ ક્વીન .

મનુ હરિયાણાની ઝજ્જરની રહેવાસી છે. તેના પિતા મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે. તેણે 14 વર્ષની ઉંમરે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કરી લીધું હતું. રિયો ઓલિમ્પિકસ 2016 પૂરો થયા પછી તેણે તેના પિતા પાસેથી શૂટિંગ માટે પિસ્તોલ માંગી હતી. એપ્રિલ 2016માં પહેલીવાર મનુ શૂટિંગ રેન્જમાં પહોંચી હતી. તેના માત્ર 15 દિવસ બાદ તેણે હરિયાણા ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં એકથી વધુ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે 1900ની ગેમ્સ દરમિયાન ભારતે એથ્લેટિક્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. તો ચાલો જાણીએ એ એથ્લેટ વિશે.
સ્વતંત્ર ભારતના પ્રથમ એથ્લેટ બન્યા
For all the curious folks, Norman Pritchard of British nationality (Born in Calcutta, India) won 2 Silver medals in 200m, 200mH at 1900 Paris Olympics
— The Khel India (@TheKhelIndia) July 29, 2024
As per the International Olympic Committee (IOC), He is regarded as having competed for India at Paris 1900 and added 2… pic.twitter.com/mibhBVqvBd
મનુએ પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની ગઈ છે. તેમના પહેલા, નોર્મન પ્રિચર્ડે 1900ની ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું.
ભારત માટે બે મેડલ જીતનાર વિદેશી ખેલાડી
1900માં આયોજિત ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત મેડલ જીત્યો હતો. 1900માં આયોજિત ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત રમતગમતના મહાકુંભમાં ભાગ લીધો હતો. ભારતે તેની પ્રથમ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા. આ બંને મેડલ ભારતને નોર્મન પ્રિચાર્ડે આપ્યા હતા. નોંધનીય છે કે નોર્મન પ્રિચર્ડ બ્રિટિશ ભારતીય હતા. તેમનો જન્મ 23 જૂન, 1877ના રોજ કોલકાતામાં થયો હતો. તેણે 200 મીટર રેસ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
તેણે પેરિસ ઓલિમ્પિક 1900માં 60 મીટર, 100 મીટર, 200 મીટર, 110 મીટર અને 200 મીટર હર્ડલ્સ રેસમાં ભાગ લીધો હતો. તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય જ નહીં પરંતુ પ્રથમ એશિયન પણ હતા. તેમની હોમ ક્લબ પ્રેસિડેન્સી એથ્લેટિક ક્લબ બંગાળ હતી. આ કારણોસર IOC એ ભારતને તે મેડલ આપ્યા હતા.
તેણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ‘બ્યૂ ગેસ્તે’ અને ‘મેડ અવર’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિચર્ડ પછીથી ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા અને પછી હોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું. પ્રિચાર્ડે બ્યુ ગેસ્ટ અને મેડ અવર જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. જો કે, ફિલ્મો પહેલા, પ્રચર્ડે કોલકાતામાં બર્ડ એન્ડ કંપની માટે કામ કર્યું હતું. બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને પણ પોતાની કોર્પોરેટ કારકિર્દીની શરૂઆત આ કંપનીથી કરી હતી.