પિસ્ટલ શૂટિંગમાં શૂટર ઈશા સિંહ અંતિમ ક્ષણે ચૂકી ગોલ્ડ મેડલ: ચીની ખેલાડી પડી ભારે
એશિયન ગેમ્સ-૨૦૨૬માં પિસ્ટલ શૂટિંગ સ્પધર્શમાં મહિલાઓની ૨૫ મીટર એર પિસ્ટલ શૂટિંગમાં ભારતની ઈશા સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. ઈશાને ફાઈનલમાં ચીનની શૂટર સામે અંતિમ ક્ષણે પરાજય મળ્યો હતો અને એટલા માટે ગોલ્ડ તેના હાથમાંથી નીકળી ગયો હતો આમ છતાં ઈશાએ સિલ્વર મેડલ જીતી લીધો છે. પિસ્ટલ શૂટિંગમાં ભારતનો આ એનિયન ગેમ્સમાં માત્ર બીજો જ મેડલ છે.
નવમા દિવસે ૨૫ મીટર પીસ્ટલ શૂટિંગમાં ભારતને મોટી આશા હતી અને તેમાં મહિલાઓની ૨૫ મીટર ટીમ ઈવેન્ટમાં ભારતને નિરાશા હાથ લાગી અને તે મેડલ ચૂકી ગઈ હતી પરંતુ ટીમમાંથી એક ઈશા સિંહે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ૨૧ વર્ષીય ઈશા છેવટ સુધી મેડલની રેસમાં ટકી રહી હતી.
આ પણ વાંચો: રમ્યા વગર જ એશિયન ગેમ્સના સેમિફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
શરૂઆતની બે સિરીઝ (દરેક સિરીઝમાં પાંચ શૉટ)માં તે પહેલાં નંબરે રહી અને પછી પાંચમી સીરીઝ સુધી તે બીજા ક્રમે રહી હતી. જો કે સાતમી સિરીઝ દરમિયાન ઈશા ચોથા ક્રમે પહોંચી ગઈ હતી પરંતુ અહીંથી વાપસી કરી અને ત્રીજા ક્રમે પહોંચી હતી. ત્યારબાદ બીજા સ્થાન માટે ઈશા અને કોરિયન શૂટર કિમ હ્યૂન સૂક વચ્ચે શૂટ-ઑફ થયું હતું. સળંગ બે શૂટ-ઑફમાં એક સરખા પોઈન્ટ બાદ ત્રીજા શૂટ-ઑફમાં ઈશાએ બાજી મારી લઈ બીજો ક્રમ મેળવ્યો હતો.
૩૫૦૦ વર્ષ જૂની રમતમાં પિન્કીએ અપાવ્યો મેડલ
ભારતની પિન્કી બલહારાએ એશિયન ગેમ્સ-૨૦૨૬માં કુરાશની રમત કે જે ૩૫૦૦ વર્ષ જૂની રમત છે તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલાઓની ૭૮ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં પિન્કીએ આ મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં કુરાશની રમતમાં એકથી વધુ મેડલ જીતનારી પિન્કી બલહારા પહેલી ભારતીય ખેલાડી છે. તેણે ૨૦૧૮માં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે આ વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
