IPLનાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર રોયલ્સ અને છેલ્લા સ્થાને રોયલ યથાવત, જાણો બીજી ટીમોની સ્થતિ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. 29 એપ્રિલ (સોમવાર) સુધી, IPL 2024માં કુલ 47 મેચ રમાઈ છે. જો જોવામાં આવે તો IPL 2024ના પોઈન્ટ ટેબલમાં એક રોયલ્સ ટોપ પર છે તો એક રોયલ છેલ્લા સ્થાને છે એટલે કે રાજસ્થાન રોયલ્સ હાલમાં ટોપ પર છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) છેલ્લા સ્થાને છે.

આઈપીએલ 2024 પણ પાછલી (2023) સિઝનની જેમ જ છે અને તેમાં 74 મેચો રમાવાની છે. IPL 2024માં મેચ જીતનારી ટીમને 2 પોઈન્ટ આપવામાં આવી રહ્યા છે, જ્યારે હારનાર ટીમને કોઈ પોઈન્ટ નથી મળી રહ્યા. જો મેચ ડ્રો થાય અથવા પરિણામ ન આવે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. લીગ સ્ટેજની છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે.
લીગ સ્ટેજ પછી પ્લેઓફનું આયોજન કરવામાં આવશે. IPL 2024ની પ્લેઓફ મેચો 21મી મેથી શરૂ થશે અને IPLની ફાઈનલ 26મી મેના રોજ રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં 22મી મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. 24 મેના રોજ, બીજી IPL ક્વોલિફાયર મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 26મી મેના રોજ ચેપોકમાં ફાઈનલ રમાશે.
ક્વોલિફાયર-1: ગ્રુપ સ્ટેજમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે.
એલિમિનેટર: ગ્રુપ સ્ટેજમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે.
ક્વોલિફાયર-2: ક્વોલિફાયર-1ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા વચ્ચે.
અંતિમ: ક્વોલિફાયર 1 અને 2 ના વિજેતાઓ વચ્ચે.