ન્યુઝીલેન્ડ સામે રોહિત થઈ શકે બહાર: પંત-અર્શદીપનું ‘પાક્કું’
- પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચવું હોય તો ભારતે જીતવું જરૂરી
ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં પોતાના બન્ને મુકાબલા જીતીને સેમિફાઈનલમાં જગ્યા મેળવી છે. હવે આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે તેની ટક્કર થશે.
ન્યુઝીલેન્ડ અને ભારત ગ્રુપ-એમાં સામેલ છે અને બન્ને પાસે ચાર-ચાર પોઈન્ટ છે પરંતુ ન્યુઝીલેન્ડની રનરેટ સારી હોવાથી તે પ્રથમ ક્રમે અને ભારત બીજા ક્રમે છે. જો ભારતે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચવું હોય તો ન્યુઝીલેન્ડને હરાવવું પડશે.
ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાને કારણે હજુ ફિટ નથી એટલા માટે તેનું રમવું લગભગ અશક્ય છે. તેની ગેરહાજરીમાં રાહુલ ઈનિંગનો પ્રારંભ કરી શકે છે. જ્યારે ઋષભ પંત જેને પાછલી મેચમાં તાવ હતો જે હવે ઠીક થઈ જતાં ન્યુઝીલેન્ડ સામે ઉતરી શકે છે. બીજી બાજુ મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ રમવા ઉતરી શકે છે. આ રીતે તેનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડેબ્યુ પણ થઈ શકે છે.