Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સ્કુલના પ્રિન્સિપાલે પહેલા ધોરણમાં ભણતી બાળાની હત્યા કરી’તી

Sun, September 22 2024

દાહોદ પંથકમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બાદ કરી હત્યા કરી હોવાનું કબુલ્યુ
લાશને સ્કુલમાં જ ખાડો ખોદીને દફનાવી દીધી હતી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરી ૬ વર્ષીય બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવ્યાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ બાળાની હત્યા તે સ્કુલનાં પ્રિન્સિપાલે કરી હોવાનુ બહાર આવ્યું છે અને પોલીસે પ્રિન્સીપાલ ગોવિંદ નટની ધરપકડ પણ કરી છે. પ્રિન્સિપાલે પોતાનો ગુનો કબુલી પણ લીધો છે.

પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે, આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે બાળકીને તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું હતું જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું.

આ પછી પ્રિન્સિપાલે આખો દિવસ બાળકીની લાશને ગાડીમાં જ રાખી મૂકી હતી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ પ્રિન્સિપાલે શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવી દીધી હતી.

પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં.

વધુમાં મળતી વિગત અનુસાર, દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી.

વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, શાળાના પ્રિન્સીપાલ દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લેવાયા હતાં. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેણે ગુનો પણ કબુલી લીધો હતો.

Share Article

Other Articles

Previous

ડૉક્ટર-તેના સાગ્રીતે પ્રેમજાળમાં ફસાવી દગો’ આપતાં યુવતીનો આપઘાત

Next

બાબરામાં લૂંટના ઈરાદે હીરાના દલાલની ઘાતકી હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
11 મિનિટutes પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
14 મિનિટutes પહેલા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
15 મિનિટutes પહેલા
‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
21 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3086 Posts

Related Posts

દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
માલધારીઓને મળશે ખેડૂતનો દરજ્જો
રાજકોટ
2 વર્ષ પહેલા
કેનેડામાં ફરી તીરંગાનું અપમાન
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
1લી માર્ચે નવી જંત્રીના વાંધા-સૂચનો અંગે હીયરીંગ : રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટી કરશે સુનાવણી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર