મોહમ્મદ સીરાજને DSP નથી બનાવાયો ?
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સીરાજને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. બે દિવસ પહેલાં એવા અહેવાલો વહેતા થયા હતા કે સીરાજને તેલંગણાના ડીએસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. જો કે અત્યાર સુધી આ ખેલાડી દ્વારા તેને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાણકારી અપાઈ નથી. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે તેલંગણા પોલીસ દ્વારા એક ટવીટ કરાયું હતું જેમાં સીરાજને ડીએસપી બનાવાયાની જાણકારી અપાઈ હતી. જો કે થોડા કલાકોમાં જ આ ટવીટ ડિલીટ પણ કરી દેવાયું હતું. જે ટવીટ કરાયું હતું તેમાં સીરાજ તેલંગણા પોલીસના અધિકારીઓ સાથે ઉભેલો જોવા મળ્યો હતો.