ઘમંડ તો જુઓ: હાથમાં જામ, પગમાં ટ્રોફી ! ઑસ્ટે્લિયનો ક્યારેય નહીં સુધરે
ભારતને તેના જ ઘરમાં હરાવી છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યા બાદ ઑસ્ટે્લિયન ખેલાડીઓએ શરમજનક હરકત કરવાનું શરૂ કરી દીધું છે. સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં ક્રિકેટર મીચેલ માર્શ જોવા મળી રહ્યો છે. માર્શે બન્ને પગ વર્લ્ડ કપની ટ્રોફી ઉપર મુક્યા છે અને તેના હાથમાં જામ દેખાઈ રહ્યું છે. આ તસવીરને કેપ્ટન પેટ કમીન્સે ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી જે પછી તે વાયરલ થઈ ગઈ હતી. લોકો માર્શની આ હરકતને વર્લ્ડકપ ટ્રોફીનું અપમાન ગણાવી રહ્યા છે. આ તસવીર ઑસ્ટે્રલિયા દ્વારા વર્લ્ડકપ ટ્રોફી જીત્યાના થોડા જ કલાકો બાદ શેયર કરવામાં આવી હતી. એ વાત પણ નોંધવી રહી કે મેચ પહેલાં રોહિત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે આ ટ્રોફીને જીતીને ચૂમવા માંગે છે ત્યારે તેની આ ઈચ્છા પરથી જ સમજી શકાય કે ભારતીય ટીમ વર્લ્ડકપની ટ્રોફી પ્રત્યે કેટલું સન્માન રાખે છે.