ચેમ્પિયન ભલે ભારત બન્યું, ગોલ્ડન બેટ અને બોલ ન્યુઝીલેન્ડ લઈ ગયું : ભારત-ન્યુઝીલેન્ડ ઉપર થયો રૂપિયાનો વરસાદ
ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી કબજે કરી હતી. ભલે આ ટૂર્નામેન્ટની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા રહી પરંતુ ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ તો ન્યુઝીલેન્ડના ફાળે જ ગયા હતા. ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ ઉપર પૈસાનો વરસાદ પણ થયો હતો.
ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર રચિન રવિન્દ્રએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું તે બદલ તેને ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં ગોલ્ડન બેટ એવોર્ડ આપ્યો હતો. રચિને ટૂર્નામેન્ટની ચાર ઈનિંગમાં ૬૫ની સરેરાશ અને ૧૧૨ના સ્ટ્રાઈક રેટથી ૨૬૩ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે સદી પણ બનાવી હતી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મેટ હેનરી ભલે ઈજાને કારણે ફાઈનલ મુકાબલો ન રમી શક્યો પરંતુ ગોલ્ડન બોલ તેને મળ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેનરીએ ચાર ઈનિંગમાં ૧૦ વિકેટ ખેડવી હતી.