મારા સંન્યાસની અફવા ન ફેલાવો: રવિન્દ્ર જાડેજા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવ્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સંન્યાસ લઈ લેશે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે સોશ્યલ મીડિયા પર એક વાયરલ થયેલા વીડિયોમાં રોહિતે જ સ્પષ્ટ કહી દીધું હતું કે તે નિવૃત્ત થવાનો નથી સાથે સાથે કોહલીની નિવૃત્તિ અંગે પણ તેણે જ ચોખવટ કરી દીધી હતી. હવે રવિન્દ્ર જાડેજાએ પણ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેના સંન્યાસને લઈને કોઈ પ્રકારની અફવા ફેલાવવી ન જોઈએ. જાડેજાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી જેમાં સંન્યાસનો કોઈ જ ઉલ્લેખ નથી. રવિન્દ્રએ કહ્યું કે `બિનજરૂરી અફવા ન ફેલાવો, ધન્યવાદ’