Boom Boom Bumrah…. જસપ્રીત બુમરાહને મળ્યો ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ
બાર્બાડોસની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રિરંગો લહેરાવ્યો હતો. T20 વર્લ્ડ કપ જીતવા માટેની જર્નીમાં જસપ્રીત બુમરાહનો અનેક ગણો ફાળો છે ત્યારે ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને હવે વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે રોહિત શર્માને પાછળ છોડીને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે.
ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને જૂન મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. બુમરાહે T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી અને 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બુમરાહે રોહિત શર્માને હરાવીને ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. તમને જણાવી દઈએ કે બુમરાહની સાથે રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને પણ જૂન મહિના માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ બુમરાહે આ બંને ખેલાડીઓને હરાવીને ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુરબાઝના પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
બુમરાહે એવોર્ડ મેળવ્યા બાદ કહી આ વાત
“હું જૂન માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે નામાંકિત થતાં આનંદ અનુભવું છું. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં કેટલાક યાદગાર અઠવાડિયાઓ પછી તે મારા માટે વિશેષ સન્માનની વાત છે. એક ટીમ તરીકે અમારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું હતું, અને આ વ્યક્તિગત સન્માનને યાદીમાં ઉમેરવા માટે.બદલ હું ખુશ છું. “બુમરાહે કહ્યું કે તે તેના કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગે છે.
સુપર 8માં પણ જસપ્રીત બુમરાહે કરી અદ્ભુત બોલિંગ
T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની સુપર 8માં જસપ્રીત બુમરાહે અદભૂત બોલિંગ કરી. ત્રણ મેચમાં કુલ છ વિકેટ લીધી. આ પછી બુમરાહે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ જીતમાં 12 રનમાં 2 વિકેટ ઝડપી હતી. અગાઉ દક્ષિણ આફ્રિકા સામે બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં તેણે માત્ર 18 રનમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા.