બેન સ્ટોક્સના ઘરમાં તસ્કરો ત્રાટક્યા !! ત્રણ ચેઈન, લોકેટ, મેડલ, હેન્ડબેગની ચોરી
ઈંગ્લેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. સ્ટોક્સ અત્યારે પાકિસ્તાન પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હતો. તેના ઘેર બુકાનીધારી તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. સ્ટોક્સે કહ્યું કે તેના ઘરમાંથી તસ્કરો કિંમતી વસ્તુ ચોરી કરી ગયા હતા. ચોરી થઈ ત્યારે સ્ટોક્સના ઘરમાં પત્ની ક્લેયર અને બે બાળકો લેટન અને લિબ્બી હાજર હતા. સ્ટોક્સના ઘરમાંથી ત્રણ ચેઈન, એક લોકેટ, મેડલ અને પત્નીની કિંમતી હેન્ડબેગ સહિતની વસ્તુઓ ચોરાઈ હતી.
સદ્ભાગ્યે તસ્કરોએ સ્ટોક્સની પત્ની અને બાળકોને કોઈ નુકસાન પહોંચાડ્યું ન્હોતું. સ્ટોક્સનું કહેવું છે કે ચોરીની આ ઘટનાથી તેના માનસ ઉપર માઠી અસર થઈ છે. સ્ટોક્સનું ઘર ડરહમમાં કાસલ ઈડન વિસ્તારમાં આવેલું છે જ્યાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.