IPL પહેલાં, દેશ પછી: ઈજાગ્રસ્ત હોવા છતાં ખેલાડીઓ રમે છે: કારણ: પૈસા-દબાણ
`ધરાર’ રમ્યા બાદ સારવાર માટે સીધા બેંગ્લુરુ ખાતે સીઓઈમાં દોડી જાય છે
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઈજાઓના માર સામે ઝઝૂમી રહી છે. ટીમના અનેક ખેલાડીઓ સારવાર માટે બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સીલેન્સ (સીઓઈ)માં છે. આ બધાની વચ્ચે એક એવો ખુલાસો થયો છે કે ઘાયલ થયેલા અનેક ખેલાડીઓ ઈજા હોવા છતાં આઈપીએલમાં રમ્યા હતા ! ખેલાડીઓએ આવું ફ્રેન્ચાઈઝીઓ તેમજ નાણાકીય દબાણમાં કર્યું હતું. આઈપીએલ પૂરી થતાં જ તમામ બેંગ્લુરુ પહોંચ્યા હતા અને હજુ અનફિટ હોવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી મુશ્કેલ બની ગઈ છે.
ભારતીય ટીમ સતત ક્રિકેટ રમ્યા રાખે છે પરંતુ એ ભૂલી જાય છે કે માણસના શરીરની પણ એક ક્ષમતા હોય છે. વધુ રમવું અને સ્ટે્રસ ઈન્જરી, ખાસ કરીને વયોવૃદ્ધ ખેલાડીઓની વાપસીની શક્યતાને કપરી બનાવી દે છે. આઈપીએલ દરમિયાન ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી અને નાણાકીય દબાણમાં ઈજા બાદ પણ રમે છે અને ત્યારબાદ તેમને સીઓઈમાં ફિઝિયો પાસે મોકલી દેવામાં આવે છે. ટીમ ફિઝિયો અને સીઓઈ ફિઝિયો ખૂબ જ કાબેલ છે અને તે ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપે છે જેના કારણે પસંદગીકારો, કોચ અને કેપ્ટનને પરેશાની થવા પામે છે.
આ પણ વાંચો: જ્યાં પણ મરું, ત્યાં જ દફનાવી દેજો…
જસપ્રિત બુમરાહ અને સાઈ સુદર્શન શ્રીલંકા વિરુદ્ધ બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. આ પછી સીઓઈ સવાલોના દાયરામાં આવી ગયું છે જ્યાં ખેલાડીઓની સારવાર કરવામાં આવે છે. સીઓઈના વડા વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે સીઓઈ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે સંકલન એકદમ યોગ્ય છે અને સીઓઈ ખેલાડીઓની સંપૂર્ણ સ્થિતિને ટીમ મેનેજમેન્ટ સમક્ષ સ્પષ્ટ કરી દે છે.
