જ્યાં પણ મરું, ત્યાં જ દફનાવી દેજો…
જીવન અને અંતિમ સફર અંગે ખુલ્લા મનથી વાત કરી: ગાયકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પોતાની આગવી ગાયકી અને સાદગી માટે જાણીતા ૬૭ વર્ષીય ગાયક લકી અલીનો એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરના એક લાઇવ કોન્સર્ટ દરમિયાન તેમણે ચાહકો સાથે જીવનની અનિશ્ચિતતા અને અંતિમ સફર અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. ગાયકની વાત સાંભળીને કાર્યક્રમમાં હાજર ચાહકો પણ ભાવુક બન્યા હતા.
લકી અલીએ દર્શકો તરફથી મળી રહેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ જીવનની વાસ્તવિકતાને સ્વીકારીને પોતાની અંતિમ સફર માટે માનસિક રીતે તૈયાર છે. તેમણે જણાવ્યું કે શહેરની બહાર પ્રવાસ કરતી વખતે તેઓ પોતાની સાથે ઇહરામ-અંતિમ વિધિમાં ઉપયોગમાં લેવાતું પરંપરાગત સફેદ કપડું-રાખે છે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે તેમનું અવસાન જ્યાં થાય, ત્યાં જ તેમની અંતિમ વિધિ કરવામાં આવે.
આ પણ વાંચો: `તારક મહેતા’ શોમાં કામ કરવા કિશોરે કાપ્યું 900 કિ.મી. અંતર
આ ક્ષણનો વીડિયો લકી અલીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. ચાહકોએ તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતાં ભાવુક પ્રતિક્રિયાઓ આપી હતી.
અભિનેતા મહેમૂદ અલીના પુત્ર લકી અલીએ ૧૯૯૦ના દાયકામાં ઓ સનમથી વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સુનોહ તેમનું સફળ પ્રથમ સોલો આલ્બમ હતું. તેમના અનેક ઇન્ડિપોપ અને ફિલ્મી ગીતો આજે પણ શ્રોતાઓમાં એટલાં જ લોકપ્રિય છે.
