એન્ડ્રયુ મેક્ડોનાલ્ડ ૨૦૨૭ સુધી ઑસ્ટ્રેલિયાનો કોચ
ઑસ્ટ્રેલિયાની ટીમના હેડ કોચ એન્ડ્રુ મૈક્ડોનાલ્ડના કોન્ટ્રાક્ટને વધારવામાં આવ્યો છે. ઑસ્ટે્રલિયાને ૨૦૨૩નો વન-ડે વર્લ્ડકપ જીતાડનારા મેક્ડોનાલ્ડ ૨૦૨૭ સુધી ટીમનો કોચ રહેશે. મેક્ડોનાલ્ડ ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયાની ટીમનો હેડ કોચ બન્યો હતો. આ પછી ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ, વન-ડે વર્લ્ડકપ અને તેના પહેલાં એશેઝ શ્રેણી જીતી હતી. ત્યાં સુધી કે ટીમ અત્યારે ટેસ્ટમાં નંબર વન અને ટી-૨૦ તેમજ વન-ડેમાં નંબર-૨ છે. કાર્યકાળ વધ્યા બાદ મેક્ડોનાલ્ડ હવે આગલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સુધી ટીમનું નેતૃત્વ કરશે અને ૨૦૨૭માં વન-ડે વર્લ્ડકપ ફરી ટીમને જીતાડવાની તક તેને મળશે.