રાજકોટ : માણસોના મોત કરતા મચ્છરની ચિંતા વધુ !! મેલેરિયા વિભાગે કેટલા મચ્છરમાર્યા સહિતની કંટાળાજનક ચર્ચામાં 1 કલાક વેડફી નાખી
રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ ‘ટાઈમપાસ’ કરીને ઔપચારિક્તા પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ બોર્ડમાં શાસકો ધૂળેટી પર્વે એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ બાબતે અધિકારીઓ પાસેથી જવાબ મેળવી શકતા હતા પરંતુ એવું કરવાની જગ્યાએ સાવ કંટાળાજનક કહી શકાય તેવા પ્રશ્નમાં એક કલાકનો સમય વેડફી નાખ્યો હતો. એકંદરે શાસકો પ્રશ્ન પૂછવાની હિંમત ન કરી શકયા અને કોંગ્રેરો કરી તો તેનું પાંચીયું ય પણ આવવા દીધું ન્હોતું, ખાસ વાત એ છે કે કોંગ્રેસે કંટાળાજનક ચર્ચા અટકાવી આગને લીધે માર્યા ગયેલા ત્રણ યુવક અંગે ચર્ચા કરવાનું કહ્યું તો મેયર નયનાબેન પેઢડિયાએ એવો જવાબ આપ્યો હતો કે પહેલાં મચ્છરો અને મેલેરિયાની વાત પૂરી થશે પછી જ બીજો કોઈ મુદ્દો ચર્ચામાં આવશે ! અહીં એ સાબિત થઈ ગયું કે શાસકોને અગ્નિકાંડ કરતાં
મચ્છર-મેલેરિયાની વાતમાં વધુ રસ હતો !! ભોર્ડની પ્રશ્નોત્તરીમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.દના મહિલા કોર્પોરેટર મંજુબેન ડુંગશિયાનો પ્રશ્ન હતો જેમાં તેમણે પૂછયું હતું કે બે મહિના દરમિયાન મેલેરિયા વિભાગે શું કામગીરી કરી ? આ પ્રશ્નનો ઉત્તર મ્યુ.કમિશનરે આપવાનું શરૂ કર્યું પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાર્થી તેમના સ્થાને ડે.મ્યુ.કમિશનર ચેતન નંદાણીએ જવાબ આપ્યા હતા. નંદાણીએ જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારે પોતાના જ પક્ષના કોર્પોરેટરે પૂછેલા પ્રશ્નનો જવાબ સાંભળવાની જગ્યાએ મહત્તમ નગરસેવકો નગરસેવિકાઓ હસવામાં, મોબાઈલમાં, એકબીજા સાથે વાતો કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. વળી, મેલેરિયા મચક્કરનો પ્રશ્ન પૂરો થવો કે તુરંત જ મંજુબેનને ઈશારો કરી દેવામાં આવ્યો હતો કે તેઓ તેમનો પેટાપ્રશ્ન કટાટ પૂછી હવે…! આ દશ્ય જોતાં એ પણ કિલયર થઈ ગયું હતું કે શાસકો પ્રશ્ન પુછવાનું ‘ફિસિંગ’ કરવામાં પણ ગજબના માહેર છે.
છ કોર્પોરેટર ગેરહાજર, સાત દરખાસ્ત મંજૂર: મંત્રી ભાનુબેનની પણ હાજરી
જનરલ બોર્ડની બેઠકમાં કુલ ૭૨માંથી છ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જ્યારે બોર્ડના એજન્ડામાં સામેલ એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સહિત સાત દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. પાછલા બે બોર્ડથી ગેરહાજર રહેલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આજના બોર્ડમાં વ્હીલચેરના આધારે મહાપાલિકા કચેરીએ પર્ફોચ્યા હતા. થોડા સમય પહેલાં તેઓ દાઝી ગયા હોવાથી સારવાર ઠેઠળ હતા. બીજી બાજુ જો તેઓ આ વખતના બૉર્ડમાં ગેરહાજર રહ્યા હોત તો ગેરલાયક કરવાની શક્યતા રહેતી હોવાથી તેઓ આ કાર્યવાહીથી બચવા બોર્ડમાં હાજર રહ્યા હતા.