દિલ્હીના ચાંદની ચોકમાં ફરવા ગયેલા ફ્રાંસના રાજદૂતનો મોબાઈલ ચોરાયો
દિલ્હીના ચાંદની ચોકમાં ટહેલવા ગયેલા ફ્રાંસનાં રાજદૂત થીયરી માથોનો મોબાઈલ ચોરી થઇ ગયો હતો. માથો પોતાની પત્ની સાથે ફરવા ગયા હતા અને ભીડમાં તેમનો મોબાઈલ ચોરાયો હતો. રાજદૂતે આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સી.સી.ટીવી ચેક કર્યા પછી ચાર આરોપીની ઓળખ કરી હતી. પોલીસે આ ચારેયની ધરપકડ કરીને મોબાઈલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા તેનો ફોન ચોરાઈ ગયો હતો.
આ કેસમાં 4 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
એક અધિકારીએ બુધવારે (30 ઓક્ટોબર) માહિતી આપી હતી કે મથાઉ અને તેની પત્ની 20 ઓક્ટોબરના રોજ ચાંદની ચોક માર્કેટની મુલાકાત લેવા ગયા હતા. આ દરમિયાન કોઈએ તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. ફ્રેન્ચ દૂતાવાસે 21 ઓક્ટોબરે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે ચારેય આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેની ઉંમર 20 થી 24 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલી રહી છે.
ફ્રેન્ચ એમ્બેસીએ ઓનલાઈન FIR નોંધાવી
થિયરી મથાઉએ જણાવ્યું કે તેણે આ ઘટના સામે દિલ્હી પોલીસમાં ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું હતું કે, તેનો ફોન ચાંદની ચોકમાં જૈન મંદિર નજીકથી ચોરાઈ ગયો હતો. આ પછી પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને આરોપીની શોધખોળ શરૂ કરી.