બાંગ્લાદેશ ટીમના ચાહકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો !!
ભારત-બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને કારણે ક્રિકેટ ટીમને સજ્જડ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જો કે મેચના વિરોધમાં વિહિપે બાંગ્લાદેશનો ઝંડો સળગાવીને હંગામો કર્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના ચાહક રૉબી સાથે મારામારી કરીને તેની પાસેથી ઝંડો છીનવી લેવાયો હતો. આ દરમિયાન રોબીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
રોબી સાથે સ્ટેડિયમની અંદર મારામારી કરવામાં આવી હતી. તેને પેટના નીચેના ભાગે ઈજાઓ થઈ હતી જેથી પોલીસ બંદોબસ્ત સાથે તેને હોસ્પિટલે ખસેડાયો હતો. રોબીએ કહ્યું કે મને બેફામ માર મરાયો હોવાથી હું શ્વાસ લઈ શકતો નથી.
બીજી બાજુ પોલીસે મારપીટ કરાયાની વાતનો ઈનકાર કર્યો હતો. પોલીસે કહ્યું કે રોબીને શ્વાસ લેવામાં તકલીફ ડિહાઈડે્રશનને કારણે થઈ હતી.