૨૭ વર્ષ જૂનો આકરો પ્રશ્ન પૂછાતાં જ દ્રવિડ બગડ્યા
જવાબ આપતાં કહ્યું, હું એ બધું ભૂલી ગયો છું…!
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડને પત્રકાર પરિષદ દરમિયાન એક પ્રશ્ન પૂછવામાં આવતાં નારાજ થઈ ગયા હતા. પત્રકારે દ્રવિડને ૨૭ વર્ષ જૂની ટેસ્ટ મેચ સાથે જોડાયેલો એક સવાલ પૂછયો હતો જેના કારણે દ્રવિડને આંચકો લાગ્યો હતો.
રિપોર્ટરે દ્રવિડને તેના ખરાબ આંકડાની યાદ અપાવી જેના પર દ્રવિડે જવાબ તો આપ્યો પરંતુ તેનો મૂડ ખરાબ થઈ ગયો હતો. રિપોર્ટરે દ્રવિડને પૂછયું કે બારબાડોસ સાથે તમારી પણ ૧૯૯૭ની યાદ જોડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે દ્રવિડ વર્ષ ૧૯૯૭માં બારબાડોસમાં રમ્યો હતો જ્યાં ભારતની ટક્કર વિન્ડિઝ સામે થઈ હતી. દ્રવિડે એ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ૭૮ તો બીજી ઈનિંગમાં બે રન બનાવ્યા હતા. આ મેચ ભારતીય ટીમ ૩૮ રને હારી ગઈ હતી. દ્રવિડે કહ્યું કે હું આ બધું ભૂલી ગયો છું. પાછળ વળીને જોતો નથી. એ સમયે શું થયું હતું તેનાથી મને કોઈ ફરક પડતો નથી.