રાજકોટ : તા. 1 થી 10 નવેમ્બર સુધી ફલાઈટના ટિકિટના ભાડામાં તોતિંગ વધારો, દિલ્હી અને બેંગલોરની ટિકિટના ભાવ આસમાને
દિવાળીના તહેવાર પછી તારીખ 1 થી આગામી 10 નવેમ્બર સુધી ફલાઈટના ટિકિટના ભાડામાં તોતિંગ વધારો થયો છે જેમાં દિલ્હી અને બેંગલોરના ભાવ આસમાનને આવી ગયા છે. રાજકોટથી દિલ્હી અને બેંગ્લોર નું ભાડું 15 થી 17હજાર થયું છે.
આ વર્ષે તહેવારોમાં ફરવા જવા માટે પ્રવાસીઓની સંખ્યામાં 45% નો ઘટાડો આવ્યો છે. જ્યારે દિવાળીનો વેકેશન શરૂ થતાની સાથે જ છેલ્લે છેલ્લે ફરવા જનારાઓની સંખ્યા વધતા એરલાઇન્સ કંપનીઓએ વિમાની ભાડાઓમાં ધરખમ વધારો કરી દીધો છે.
રાજકોટ થી દિલ્હી માટેના 17000, બેંગ્લોર માટે 15,000 ગોવા માટે 10000, પુના અને હૈદરાબાદ માટે દસ હજાર જ્યારે મુંબઈ માટે 10,000થી 12,000 ટિકિટના ભાવ છે. રાજકોટ એરપોર્ટ પર ટ્રાફિકની સંખ્યામાં પણ બમણો ઉછાળો આવ્યો છે તમામ ફ્લાઈટ કુલ જઈ રહી છે. ટ્રાવેલ એજન્ટના જણાવ્યા અનુસાર દિવાળીના દિવસ સુધી ફ્લાઇટના ભાડા નિયમિત મુજબ છે જ્યારે તારીખ 1 થી લઇ 10 નવેમ્બર સુધી ના ભાડામાં ખાસ્સો વધારો નોંધાયો છે જ્યારે 10 તારીખ પછી તો ફલાઇટમાં ટ્રાફિક પણ જોવા મળી રહ્યો નથી