રોહિત ઈજાગ્રસ્ત: મુંબઈને લાગી શકે ઝટકો
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં અડીખમ રહેનાર કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. જો કે ટેસ્ટના ત્રીજા દિવસે તે મેદાન પર ફિલ્ડિંગ કરવા ઉતર્યો ન્હોતો. તેની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં તેના સાથી જસપ્રીત બુમરાહે મોરચો સંભાળ્યો હતો. જો રોહિતની ઈજા ગંભીર હશે તો આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગી શકે છે. રોહિત શર્માને પીઠમાં ઈજા પહોંચી છે. રોહિતે આ શ્રેણીમાં માત્ર કેપ્ટનશિપ જ નહીં બલ્કે બેટિંગમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેણે પાછલી ત્રણ મેચમાં બે સદી બનાવી છે. તેણે ધર્મશાલામાં ભારતને લીડ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે