આંધ્ર પ્રદેશમાં કેવી બની દુર્ઘટના ? કેટલા ભક્તોના મોત થયા ? જુઓ
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન મંદિરનો 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં 8 લોકોના મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા. જેની જાણકારી મળતાં જ એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનિતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ લાંબો મંદિરનો હિસ્સો અચાનક તૂટી પડવાથી આ ઘટના બની હતી. દર વર્ષે ચંદનોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. આ વર્ષે પણ એવો અંદાજ છે કે લગભગ બે લાખ ભક્તો આ મહોત્સવમાં હાજર રહ્યા હતા.
આ મંદિર સદીઓ જૂનું છે. ચંદનોત્સવ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે હજારો ભક્તો અહીં એકઠા થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભીડ ખૂબ જ હતી અને ભક્તો ભગવાનના દર્શન માટે કતારમાં ઉભા હતા.