રાહુલ લંડનથી પરત: ટૂંક સમયમાં પ્રેક્ટિસ શરૂ કરશે
ભારતના દિગ્ગજ બેટર કે.એલ.રાહુલ ક્વાડ્રિસેપ્સની ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ચાર ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે પાછલા વર્ષે સર્જરી કરાવી હતી. હવે તે આઈપીએલ માટે ફિટ થવાની તૈયારીમાં છે. તે લખનૌ સુપર જાયન્ટસનો કેપ્ટન છે જે આઈપીએલ-૨૦૨૪માં પોતાની પહેલી મેચ ૨૪ માર્ચે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. અહેવાલો પ્રમાણે રાહુલ લંડનથી પરત આવી ગયો છે અને અત્યારે તે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી પહોંચી ગયો છે. તેને ટૂંક સમયમાં એનસીએ તરફથી રમવાની મંજૂરી મળશે. રાહુલ માટે આઈપીએલ મહત્ત્વની બની રહેશે કેમ કે તેના પછી ટી-૨૦ વર્લ્ડકપને ધ્યાનમાં રાખી તે વિકેટકિપર તરીકે ટીમ ઈન્ડિયામાં પસંદ થવા મથશે.