પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસનું રાજીનામુ : લદાખના ઉપરાજ્યપાલે પદ છોડ્યુ, અન્ય રાજ્યોમાં નવા ગવર્નર મુકાયા
એક અણધારી ઘટનામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે આજે સાંજે પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. તેમના સ્થાને નવા રાજ્યપાલ તરીકે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિની વરણી પણ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત અનુસાર, ગુરુવારે સાંજે બંગાળનાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિને મોકલી આપ્યુ હતું. જેનો તત્કાલ સ્વીકાર કરવામાં આવ્યો હતો.બીજી બાજુ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખનાં ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ પણ રાજીનામું આપી દીધું છે. આ સિવાય પણ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો :ભારત ચોથી વખત T20 વર્લ્ડ કપના ફાઇનલમાં: વાનખેડેમાં ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું, રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદમાં ફાઇનલ મુકાબલો
ગુરુવારે જે રાજ્યપાલની બદલી થઈ અને જેમને નવા રાજ્યોમાં મૂકવામાં આવ્યા તેમાં તરંજિતસિંધુ દિલ્હી, વી કે સકસેના લદ્દાખ, આર.એન.રવિ પશ્ચિમ બંગાળ, શિવ પ્રતાપ શુકલ તેલંગાણા,જીષ્ણુ દેવ વર્મા મહારાષ્ટ્ર,નંદકિશોર યાદવ નાગાલેન્ડ,સૈયદ અતો હસૈનન બિહાર,રાજેન્દ્ર વિશ્વનાથ આલકર તમિલનાડુ અને કવિન્દર ગુપ્તા હિમાચલ પ્રદેશ નો સમાવેશ થાય છે
