પાકિસ્તાનના સ્ટેડિયમ પર લાગશે ભાડાની લાઈટ !
ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારી શરૂ કરી દેવાઈ: ભારતીય ટીમ ત્યાં નહીં જ જાય
પાકિસ્તાનમાં આવતાં વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે કેમ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે તે ટૂર્નામેન્ટ માટે ભારતની ટીમને પાકિસ્તાન મોકલશે નહીં. જો કે પાકિસ્તાનને ભરોસો છે કે આ ટૂર્નામેન્ટ તેની ધરતી ઉપર જ રમાશે એટલા માટે તે તૈયારીમાં પણ લાગી ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાહોર અને કરાંચીના બે સ્ટેડિયમ ઉપર નવી ફ્લડ લાઈટ લગાવી રહ્યું છે.
જો કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની બીજા કોઈ સ્થળે કરવાના મૂડમાં નથી એટલે તેણે તૈયારી શરૂ કરી દીધી છે. કરાંચી અને લાહોરના સ્ટેડિયમ પર જે ફ્લડ લાઈટસ લાગવાની છે તે ભાડાની છે ! આ ઉપરાંત પીસીબીએ ક્વેટા, એબટાબાદ, પેશાવરના સ્ટેડિયમ ઉપર પણ ભાડાની ફ્લડ લાઈટ લગાવાનો નિર્ણય લીધો છે જેથી ઘરેલું સીઝનની મેચ ગરમીમાં ન રમવી પડે.
પીસીબીએ નિર્ણય લીધો છે કે કરાંચીમાં જે લાઈટસ છે તે ક્વેટા મોકલવામાં આવશે. જ્યારે લાહોરમાં છે તેને રાવલપિંડી મોકલી દેવાશે. કરાંચી અને લાહોરમાં નવી લાઈટસ લાગશે અને આ માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.