વોઇસ ઓફ ડે રાજકોટ,
ગુજરાતની નામાંકીત બ્રાન્ડ ‘ વન સેન્ટર ‘ ના ડાયરેક્ટર જયેશ.સી.રાજદે અને કેતન.પી. ઠક્કરને ૧.૨ કરોડના ચેક રિટર્ન કેસમાં અદાલતે સમન્સ ઇસ્યું કરી હાજર રહેવા હુકમ કર્યો હતો
વિગતો મુજબ, ‘વન સેન્ટર’ બ્રાન્ડના નામે પુરા ગુજરાતમાં ૨૦ થી ૨૫ શાખાઓ ધરાવતા અને કપડા સહીતની વસ્તુઓ રીટેઈલમા અને ઓનલાઈન વેચાણ કરવાનો ધંધો કરતી કંપનીનો રાજકોટ બસ સ્ટેશનમાં આવેલો શોરૂમ રાજકોટ એમેનીટીઝ પ્રા.લી.ના ડાયરેકટર ડો. અંકીશ જયંતભાઈ શાહે ખરીદવાનુ નકકી કર્યુ હતું.જે બાદ ઈન્ટીરીયર ડેવલોપ માટે નાણાની જરૂરીયાત પડતા એમેનીટીઝ પ્રા.લી.કંપનીએ રૂા.૧.૨૦ કરોડ અમદાવાદની જે.સી.આર. ફેશન રીટેઈલ્સ નામની કંપનીને આપેલા હતા. જે રકમ ચૂકવવા રૂ.૨૦ લાખના ચાર અને ૨૨.૩૬ લાખનો એક એવા પાંચ ચેક રિટર્ન થતાં રાજકોટ સ્થિત કંપનીએ કેસ કરેલો હતો.જેમાં અદાલતે ડાયરેકટર જયેશ સી. રાજદે અને કેતન પ્રાણલાલ ઠકકરને સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા હુકમ કર્યો હતો.
ફરીયાદી ઓર્બીટ એમેનીટીઝ પ્રા.લી.ના ડાયરેકટર ડો.અંકીશ શાહ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલ હતા.